વલસાડ: જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં ાવેલા જાહેરનામા મુજબ ચાર ફૂટ કરતા વધુ ઊંચાઇની પ્રતિમા ન સ્થાપિત કરવા તેમજ વિવિધ સામાજિક સંગઠનોનું કે સાર્વજનિક મંડળો દ્વારા જાહેરમાં ગણેશ પ્રતિમાની સ્થાપના કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમજ વિસર્જન યાત્રા કરવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેને પગલે લોકોએ સ્વૈચ્છિક રીતે જ પોતાના ઘરમાં જ ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કર્યું અને વિસર્જન પણ ઘરમાં જ કર્યું હતું.
ત્યારે હાલમાં સામાન્ય વર્ષોમાં જેમ નદી કિનારે પંડાલો લગાવવામાં આવે છે. તેમ આ વર્ષે નદીકિનારે કે જળાશયના કિનારે કોઈ પણ સ્થળ ઉપર પંડાલો લગાવામાં આવ્યા નથી.કોરોનાની મહામારીની સંકટ આ વર્ષે વિવિધ ધાર્મિક કાર્યક્રમો ને પણ લાગી રહ્યું છે. જેમાં વિઘ્નહર્તા ગણેશજી ના ગણેશોત્સવને પણ આ ગ્રહણ મળ્યું છે.
ભાવિક ભક્તો દ્વારા આનંદ ઉલ્લાસ સાથે ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરીને તેનું પૂજન કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે જિલ્લા કલેકટર ની ગાઈડલાઈન મુજબ ના તો કોઈ જાહેર સ્થળો પર ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવું કે ના કોઈ સાર્વજનિક મંડળો દ્વારા ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવું કે જાહેરમાં વિસર્જનયાત્રા કાઢવી નહીં. તેમજ નદી-નાળા તળાવો અને જળાશયોમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.જેને લઇને લોકોએ આ તમામ નિયમો પાળ્યા હતા.
પારડી નગરમાં મોટાભાગની ગણેશ પ્રતિમાઓનું વિસર્જન નદીમાં કરવામાં આવે છે.જ્યાં ચંદ્રપુરના તરવૈયા લાઈફ સેવર ટ્રસ્ટના સભ્યો ગણેશ વિસર્જન દરમિયાન સતત નદીમાં ઉતરીને વહીવટી તંત્રની મદદ કરતા હોય છે.
લાઈફ સેવિંગ ટ્રસ્ટના ગજાનંદ ભાઈ મંગેલા જણાવ્યું કે દર વર્ષે જ્યાં અઢીસોથી ૪૦૦ જેટલી ગણેશ પ્રતિમાઓ સામાન્ય વર્ષોમાં આવતી હતી. લોકો સામેથી જાગૃત બન્યા છે અને એક પણ પ્રતિમાઓ નદી કિનારા ઉપર વિસર્જિત કરવા આવ્યા નથી. તો બીજી તરફ લોકોએ કોરોનાની મહામારી અને કોવિડની ગાઈડલાઈન ને લઈને માત્ર અઢી દિવસના ગણેશજીની પ્રતિમાનું પોતાના ઘરમાં પૂજન અર્ચન કરીને ઘરમાં જ તેમને વિસર્જિત પણ કરી છે. આમ વહીવટી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો લોકો સ્વેચ્છાએ પાલન કરી રહ્યા છે.
મહત્વનું છે કે દર વર્ષે વલસાડના ઔરંગા નદીના કિનારે પણ નગરપાલિકા દ્વારા કૃત્રિમ પોન્ડ બનાવવામાં આવે છે, પરંતુ આ વર્ષે ત્યાં પણ કોઈ જ પ્રકારની વ્યવસ્થા કરાઇ નથી. જેની પાછળનું કારણ છે કોરોનાની મહામારી છે.
જાહેર સ્થળોએ સ્થાપિત કરવામાં આવતા ગણેશ પ્રતિમા અને ગણેશોત્સવ પણ મોકૂફ રાખવામાં આવ્યા છે. જેથી કરીને આ વખતે નદીકિનારે પણ વિસર્જન થાય એવી શક્યતાઓ ખૂબ જ નહિવત છે.