ETV Bharat / state

પાક વળતર માટે આપેલ ટોલ ફ્રી નંબર ન લાગતા ખેડૂતોમાં રોષ, સરકારે મજાક કરી હોવાનો ખેડુતોમાં ગણગણાટ

author img

By

Published : Nov 3, 2019, 8:47 PM IST

વલસાડઃ સમગ્ર ગુજરાતમાં માવઠાના મારે ખેડૂતોની કમ્મર તોડી નાખી છે. તેમાં પણ વલસાડ જિલ્લાના ખેડૂતો જેઓ ડાંગરના ઉભા પાકને 80 ટકા કરતા વધુ નુકશાની સહન કરવી પડી છે અને તે માટે ગુજરાત સરકારે ઇન્સ્યોરન્સ કંપનીના નંબરો જાહેર કરીને 48 કલાકમાં ખેડૂતોને પોતાના દાવા રજૂ કરવા જણાવ્યું હતું. પરંતુ, ગ્રામીણ કક્ષાએ આ બાબતથી અનેક ખેડૂતો અજાણ છે અને જેને જાણકારી મળી છે તેઓ ટોલ ફ્રી નંબર ઉપર કોલ કતા તેઓને સામે કોઇ પણ ઉતર આવતો નથી. ખેડૂતોનું કહેવું છે કે સરકારે તેમની મજાક ઉડાવી છે.

સરકારે મજાક કરી હોવાનો ખેડુતોમાં ગણગણાટ

વલસાડ જિલ્લામાં 6000 હેકટરમાં થતા ડાંગરના ઉભા પાકને નુકશાન પહોચ્યુંં છે. ખેડૂતોને પડતા ઉપર પાટુ મારવા જેવી સ્થિતિ ઉદભવી છે, ત્યારે સરકારે ખેડૂત માટે પાક વિમાના વળતર આપવા ઇન્સ્યોરન્સ કંપનીના ટોલ ફ્રી નંબર જાહેર કર્યા છે. પરંતુ, પારડી તાલુકાના કેટલાક ખેડૂતો જેઓ નિરક્ષર છે. માત્ર દાંતરડું અને પાવડો ચલાવી શકતા હોય તેને કોઈ ગતાગમ નથી અને જેમને આ નંબર અંગે માહિતી છે. તેઓ છેલ્લા 48 કલાકમાં વારંવાર આ નંબરો ડાયલ કરી ચુક્યા છે. પરંતુ, માત્ર કોપ્યુટરાઈઝ કેસેટો જ વાગી રહી છે જેને કારણે ખેડૂતોની મુંઝવણ વધી છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે ક્યાક સરકારે તેમની મજાક તો નથી ઉડાવી જેવી વાતો ચર્ચાનો વિષય બની છે.

પાક વળતર માટે આપેલ ટોલ ફ્રી નંબર ન લાગતા ખેડૂતોમાં રોષ

સમગ્ર બાબતે ઇટીવી ભારતે ખેડૂતોના અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં ખેડૂતોએ પોતાની વ્યથા રજૂ કરી સરકાર પાસે 100 ટકા વળતરની માગ કરી હતી.

Intro:સમગ્ર ગુજરાતમાં માવઠા ના મારે ખેડૂતોની કમ્મર તોડી નાખી છે એમાં પણ વલસાડ જિલ્લાના ખેડૂતો જેઓ ડાંગરના ઉભા પાકને 80 ટકા કરતા વધુ નુકશાની સહન કરવી પડી છે અને આ માટે ગુજરાત સરકારે ઇન્સ્યોરન્સ કંપનીના નંબરો જાહેર કરીને 48 કલાક માં ખેડૂતોને પોતાના દાવા રજૂ કરવામાં જણાવ્યું હતું પરંતુ ગ્રામીણ કક્ષાએ આ બાબત થી અનેક ખેડૂતો અજાણ છે અને જેને જાણકારી મળી છે તેઓ ટોલ ફ્રી નમ્બર ઉપર કોલ કરી કરી ને થકી ગયા છે ત્યાં ફોન કોઈ ઉચકતું નથી માત્ર કોપ્યુટરાઈઝ કેસેટ વાગ્યે રાખે છે ખેડૂતો નું કહેવું છે કે સરકારે તેમની મજાક ઉડાવી છે Body:વલસાડ જિલ્લામાં 6000 હેકટર માં થતા ડાંગરના ઉભા પાકને નુકશાન પોહચ્યું છે ખેડૂતો ને પડતા ઉપર પાટુ મારવા જેવી સ્થિતિ ઉદભવી છે ત્યારે સરકારે ખેડૂત માટે પાક વિમાનું વળતર આપવા ઇન્સ્યોરન્સ કમ્પનીના ટોલ ફ્રી નંબર 1800 300 24088 જાહેર કર્યો છે પરંતુ પારડી તાલુકાના કેટલાક ખેડૂતો જેઓ નિરક્ષર છે માત્ર દાંતરડું અને પાવડો ચલાવી શકતા હોય તેને કોઈ ગતગમ નથી અને જેમને આ નંબર અંગે માહિતી છે તેઓ છેલ્લા 48 કલાક માં વારંવાર આ નંબરો ડાયલ કરી ચુક્યા છે પરંતુ માત્ર કોપ્યુટરાઈઝ કેસેટો જ વાગી રહી છે જેને કારણે ખેડૂતો ની મુંઝવણ વધી છે ખેડૂતો જણાવી રહ્યા છે કે ક્યાંક સરકારે તેમની મજાક તો નથી ઉડાવી જેવી વાતો ચર્ચા નો વિષય બની છે Conclusion:વળી સરકાર દ્વારા જે વળતર માટે જે સાત બાર માં ખાતા નંબર માં એક જ વ્યક્તિ ને વળતર મળી શકશે નું નક્કી કરાયું હોય તો એક ખાતા નંબર જો 12 નામો હોય તો દરેક કુટુંબ માં વળતર ના નાણાં મેળવવા માટે ઝગડા ઉત્પન્ન થાય એવી સ્થિતિ ગ્રામીણ કક્ષા એ ઉદભવી છે વળી વળતર મેળવવા માટે ખાતા ધારકો પાસે નો ઓબજેક્શન સર્ટી પણ મુકવાનું નક્કી કરવામાં આવ્યું હોય જો સાત બાર માં 5 નામ હોય તો જે વળતર મેળવનાર છે તેણે અન્ય ચાર લોકોના નો ઓબજેક્શન અરજી મુકવાની હોય ઘરના સભ્યો માં જ અંદરો અંદર વળતર મેળવવા માટે ઝઘડા વધશે એવી ખેડૂતો દેહસત વર્તાઈ રહી છે

સમગ્ર બાબતે ઇટીવી ભારતે ખેડૂતોના અભિપ્રાય જાણવા નો પ્રયાસ કર્યો હતો જેમાં ખેડૂતો એ પોતાની વ્યથા રજૂ કરી સરકાર પાસે 100 ટકા વળતર ની માંગ કરી રહ્યા છે

One to one
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.