વલસાડઃ જિલ્લામાં કોવિડ-19નો પ્રથમ પોઝિટિવ દર્દી સાગર અશોકભાઇ માંગેલાને વાપીની કોવિડ-19 જનસેવા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેની સારવાર બાદ કોરોના નેગેટિવ રિપોર્ટ આવતા રવિવારે ડોક્ટરોએ ફુલવર્ષા કરી વિદાય આપી હતી.
સાગરે હોસ્પિટલમાં દાખલ થવા સમયે હોસ્પિટલમાંથી વીડિયો બનાવી હોસ્પિટલને માથે લીધી હતી. પરંતુ રવિવારે વિદાય સમયે સૌને હાથ જોડી આભાર પ્રગટ કર્યો હતો.
વલસાડ જિલ્લામાં કોવિડ-19નો પ્રથમ પોઝિટિવ દર્દી સાગર અશોકભાઇ માંગેલા, વાપીની કોવિડ-19 જનસેવા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફ દ્વારા સઘન સારવાર આપવામાં આવી હતી. જે બાદ સાગર માંગેલાના બે ટેસ્ટ નેગેટિવ આવતાં રજા આપવામાં આવી હતી. કોરોનાને માત આપી હોસ્પિટલમાંથી બહાર આવતાંની સાથે જ દર્દીર્ને ડૉક્ટર્સ તથા નર્સિંગ સ્ટાફ દ્વારા ઉત્સાહભેર ફૂલોની વર્ષા સાથે તાળીઓથી વધાવી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
આ અવસરે સાગર માંગેલાએ ઘરે જતાં પહેલાં બે હાથ જોડી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.