ETV Bharat / state

Fire in wooden godown: વાપીમાં લાકડાના ગોડાઉનમાં મોટી આગ, ઇન્શ્યોરન્સ કંપનીએ તપાસ શરુ કરી

વાપીના ડુંગરા વિસ્તારમાં એક લાકડાના ગોડાઉનમાં (Fire in wooden godown)શનિવારે બપોરે ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. કોઈ જાનહાનિ નથી પરંતુ લાકડાનો મોટો જથ્થો સ્વાહા થયો છે. આગને વાપીના ફાયર ફાઈટરોએ(Vapi Fire Brigade) એકાદ કલાકની જહેમત બાદ કાબૂમાં લીધી હતી.

Fire in wooden godown: વાપીમાં લાકડાના ગોડાઉનમાં આગ લાગી, લાકડાનો જથ્થો બળીને ખાખ થયો

author img

By

Published : Feb 26, 2022, 7:58 PM IST

વલસાડઃ વાપી GIDC નજીક આવેલ ડુંગરા વિસ્તારના ગારમેન્ટ્સ ઝોનના સુગર ફળિયામાં આવેલ લાકડાના ગોડાઉનમાં ભીષણ (Fire in a wooden godown in Vapi)આગ ભભૂકી ઉઠી હતી. ગોડાઉનમાં બપોરે એક વાગ્યા આસપાસ(Fire in wooden godown) અચાનક આગ લાગી હતી. આ ગોડાઉન નજીક જ રહેણાંક વિસ્તાર હોવાથી આગની ઘટના બાદ અફરાતફરી મચી હતી. આગની લબકારા મારતી જ્વાળા અને ઉઠતાં ધુમાડાના ગોટેગોટા જોતા આસપાસના લોકોનો જમાવડો થયો હતો.

લાકડાના ગોડાઉનમાં આગ

લાકડામાંથી પાયલોટ બનાવતા ગોડાઉનમાં આગ

લાકડામાંથી ઇન્ડસ્ટ્રીયલ બોક્સ બનાવતા ગોડાઉનમાં અચાનક લાગેલી આગ બાદ આગને બુઝાવવા વાપી નગરપાલિકા, વાપી નોટિફાઇડના ફાયર ટેન્ડરને બોલાવવામાં આવ્યા હતાં. ફાયરના જવાનોએ (Vapi Fire Brigade) આગને કાબુમાં લેવા પાણીનો મારો ચલાવી પ્રયાસ હાથ ધર્યો હતો. જેમાં એકાદ કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. આગની ઘટનામાં જાનહાની ટળી હતી. પરંતુ આગમાં લાખોની કિંમતના લાકડા સ્વાહા થયા હતાં.

આ પણ વાંચોઃ ખેડામાં લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ, આગનું કારણ અકબંધ

ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં ઔદ્યોગિક વિસ્તારમાં અનેક આગના બનાવો

ઉલ્લેખનીય છે કે દર વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં વાપી GIDC સહિત આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં અનેક આગના બનાવો બને છે. કંપની માલિકો ઇન્શ્યોરન્સ પકવવા માટે પોતે જ આગ લગાડી ખોટ ખાતી કંપનીમાંથી ઇન્સ્યોરન્સના નામે તગડી કમાણી કરી લેતા હોય છે. ત્યારે આ કંપની માલિકે પણ આવી જ કોઈ દાનતથી આગ લગાડી છે કે કેમ તે અંગે ફાયરે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ ગેરકાયદેસર પાઇપ ગોડાઉસમાં ભીષણ આગ લાગી, 20 ફાયર બ્રિગેડે આગને કાબુ કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.