નવી દિલ્હીઃ ગુજરાતના ગોધરા રમખાણો પર બનેલી ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' આ દિવસોમાં ચર્ચામાં છે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથે મુલાકાત કરી હતી. જેમાં લીડ એક્ટર વિક્રાંત મેસી, ડિરેક્ટર એકતા કપૂર અને રાશિ ખન્ના સામેલ છે.
આપને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં આ ફિલ્મ ગુજરાત, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં ટેક્સ ફ્રી થઈ ચુકી છે. ખાસ વાત એ છે કે જે રાજ્યોએ ધ સાબરમતી રિપોર્ટ્સને ટેક્સ ફ્રી બનાવી છે ત્યાં ભાજપની સરકાર છે.
Met the team of 'The Sabarmati Report' and congratulated them for their courage to narrate the truth.
— Amit Shah (@AmitShah) November 22, 2024
The film exposes the lies and the misleading facts to unveil the truth that was suppressed for a long time to meet political interests. #SabarmatiReport pic.twitter.com/ldauUqJnGu
આ ફિલ્મને ભાજપ સાથે ખાસ જોડાણ છે, કારણ કે ગોધરા રમખાણો જેના પર આ ફિલ્મ આધારિત છે. તે રમખાણો દરમિયાન ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકા પર સવાલો ઉભા થયા હતાં. આ પહેલા વડાપ્રધાન મોદીએ સાબરમતીનું ટ્રેલર સોશિયલ મીડિયા પર શેર કરીને તેના વખાણ કર્યા હતા. તેની સાથે લખ્યું હતું કે આખરે સત્ય બહાર આવે છે.
આપને જણાવી દઈએ કે 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા સ્ટેશન પાસે સાબરમતી એક્સપ્રેસના S-6 કોચમાં આગ લાગવાની ઘટના પર આધારિત છે. અયોધ્યાથી પરત ફરી રહેલા ઓછામાં ઓછા 59 હિંદુ શ્રદ્ધાળુઓ સળગીને મૃત્યું પામ્યા હતાં. આ ઘટના બાદમાં રાજ્યમાં રમખાણો ફાટી નીકળ્યા હતા.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એકતા કપૂર, વિક્રાંત મેસી અને અન્ય કલાકારો સાથે વાતચીત કરી હતી. આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતાં ગૃહમંત્રીએ લખ્યું હતું કે તેઓ 'ધ સાબરમતી રિપોર્ટ'ની ટીમને મળ્યા અને સત્ય બહાર લાવવાની હિંમત બદલ અભિનંદન પાઠવ્યા. તેમણે આગળ લખ્યું છે કે, "આ ફિલ્મ જૂઠાણા અને ભ્રામક તથ્યોને ઉજાગર કરે છે અને તે સત્યને બહાર લાવે છે, જે રાજકીય હિતોને પૂરા કરવા માટે લાંબા સમયથી દબાવી દેવામાં આવ્યું હતું."
મહત્વપૂર્ણ છે કે, આ પહેલાં ફિલ્મ એકતા કપૂરે તેમના પિતા જીતેન્દ્ર સાથે ગુજરાતની મુલાકાત લીધી હતી અને રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ સાથે ફિલ્મ નિહાળી હતી ત્યાર બાદ ગુજરાતમાં આ ફિલ્મને કરમુક્ત કરવામાં આવી હતી.