વલસાડની ગુંદલાવ GIDCમાં શક્તિ ટેક્સ નામની કેમીકલ કંપનીમાં કોઇ કારણોસર ભીષણ આગ લાગી હતી. જેને લઈ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી હતી. ઘટનાના પગલે વલસાડ ફાયર ફાયટર દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસો હાથ ધરાયા હતા. જેમાં ફાયરનું પાણી પૂરું થઇ જતા બીજા ફાયર ફાયટરોને જાણ કરવામાં આવી હતી.
પરંતુ તે દરમિયાન આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કંપનીમાં આગ પ્રસરી હતી. આ ઘટનામાં કંપનીમાં મુકવામાં આવેલ ઇન્કના ડ્રમ હવામાં ઉડ્યા હતા. જેને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાના પગલે બ્રિગેડ કોલ જાહેર કરતા 8 જેટલા ફાયર ફાયટરો દ્વારા આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો હાથ ધરાયા હતા. મોડી રાત્રે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. સુત્રો અનુસાર કંપનીમાં નુકસાન થયું હોવાની જાણકારી મળી હતી.
8 જેટલા ફાયર ફાયટર દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આગનું કારણ હજું અકબંધ છે.