ETV Bharat / state

પારડી GIDC માં ભાનુશાલી પેકેજિંગમાં Fire, ઘટના સમયે 30 કામદારો કરી રહ્યાં હતાં કામ - આગની ઘટના

પારડી બાલદા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે આવેલી ભાનુશાલી પેકેજિંગ કંપનીમાં સોમવારના રોજ 30 જેટલા કામદાર કામ કરી રહ્યાં હતાં તે સમયે અચાનક આગ ( Fire ) લાગતાં દોડધામ મચી હતી. ધૂમાડાના ગોટા સાથે શરુ થયેલી આગ જોતજોતામાં કંપનીમાં રાખેલા પેપર રોલ પેપર બોક્સ સહિતના સામાનમાં ફેલાતા વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું.

પારડી GIDC માં ભાનુશાલી પેકેજિંગમાં Fire, ઘટના સમયે 30 કામદારો કરી રહ્યાં હતાં કામ

author img

By

Published : Jul 12, 2021, 5:03 PM IST

  • ભાનુશાલી પેકેજિંગ કંપનીમાં ભીષણ આગની બની ( Fire ) ઘટના
  • શોટસર્કિટના લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન
  • આગની ઘટના અંગે જાણકારી મળતા પોલીસ અને ફાયરની ટીમો દોડી આવી
  • ફાયરની 7 ગાડીઓએ આગને કાબૂમાં લેવા કવાયત શરૂ કરી

    પારડીઃ આગની ( Fire ) ઘટના અંગે ફાયરની ટીમને જાણ કરવામાં આવતાં પારડી નગરપાલિકા, વલસાડ નગરપાલિકા, અતુલ તથા વાપી નગરપાલિકા તથા વાપી જીઆઇડીસીની સહિતની છ થી સાત જેટલી ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો શરૂ કરી દીધો હતો. આ અંગે પારડી પોલીસને જાણ કરતા પોલીસ મથકના પી.એસ.આઇ. બી. એન. ગોહિલ તેમજ તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યાં હતાં.
    આગ પેપર રોલ પેપર બોક્સ સહિતના સામાનમાં ફેલાતા વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું.

    રીબીન લગાવી લોકોની અવરજવર પર રોક લગાવવામાં આવી

    કંપની તરફનો માર્ગ પર રીબીન બાંધી લોકોની અવરજવર પર રોક લગાવી દેવાઈ હતી. આગના ( Fire ) કારણે કંપનીમાં અસહ્ય ધૂમાડાના ગોટાને લઇ ફાયર ફાઈટરને આગ ઉપર કાબૂ મેળવવામાં ભારે મુશ્કેલી પડી હતી. ધૂમાડો બહાર કાઢવા માટે કંપનીમાં બારીઓ અને પતરાઓ જેસીબી મંગાવી તોડવાની ફરજ પડી હતી

    Fire ના કારણે કંપનીને મોટું નુકસાન થયું હોવાનું અનુમાન

    આગને ( Fire ) લઇ કંપનીને મોટું નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. જો કે ફાયર ટીમને ત્રણથી ચાર કલાકની જહેમત બાદ પણ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો ન હતો. કંપની સંચાલકોના મતે શોટસર્કિટના કારણે આગ લાગી હોવાનું જણાવાયું છે

    30 વર્કરો બહાર દોડી આવતા જાનહાનિ ટળી

    ઘટના બની એ સમયે કંપનીમાં 30 જેટલાં વર્કરો કામ કરી રહ્યાં હતાં. તમામ વર્કરો સલામત રીતે બહાર દોડી આવતાં કોઈને જાનહાનિ કે ઇજા થઇ નહોતી. પરંતુ કંપનીનો મોટો ભાગ જ્વાળાઓમાં હોમાઈ જતાં મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે .અચાનક આગની ( Fire ) બનેલી ઘટનાને લઇને પારડી જીઆઈડીસીના ઉદ્યોગજગતમાં ચકચાર મચી ગઇ છે.

    આ પણ વાંચોઃ ભરૂચ:પાનોલી GIDCની બજાજ હેલ્થ કેર કંપનીમાં ભીષણ આગ

આ પણ વાંચોઃ મેક્સિકોઃ સમુદ્રમાં પાંચ ક્લાક સુધી ધધગતી રહી ભીષણ આગ, જાણો પાણીમાંથી કેમ નીકળવા લાગ્યો લાવા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.