ETV Bharat / state

બનાસકાંઠાના બે ભાગ, 8 તાલુકા સાથે વાવ-થરાદ નવો જિલ્લો જાહેર - BANASKANTHA

બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને તેમાંથી વાવ-થરાદને નવો જિલ્લો તરીકે રાજ્ય સરકારે જાહેર કર્યો છે. આ જિલ્લામાં 8 તાલુકાનો સમાવેશ થાય છે. જાણો સંપૂર્ણ સમાચાર વિસ્તારથી

8 તાલુકા સાથે વાવ-થરાદ નવો જિલ્લો જાહેરEtv Bharat
8 તાલુકા સાથે વાવ-થરાદ નવો જિલ્લો જાહેર (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 1, 2025, 5:39 PM IST

બનાસકાંઠા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યમંત્રી મંડળની બેઠકમાં નવા વર્ષે બનાસકાંઠા જિલ્લાને નવી ભેટ આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પદાધિકારીઓ અને પ્રજાજનોની વર્ષો જુની માંગણી સકારાત્મક પ્રતિસાદ સાથે સંતોષતા હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

વાવ-થરાદ હવેથી નવો જિલ્લો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ઉત્તર ગુજરાતને ૨૦૨૫ના વર્ષના પ્રથમ દિવસે નવા જિલ્લાની ભેટ રૂપે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાનું વિશાળ જનહિતમાં વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત કરવામાં આવતા વર્ષો જૂની માંગણી સંતોષાઈ છે. હાલના બનાસકાંઠા જિલ્લાના ૧૪ તાલુકામાંથી ૮ તાલુકાઓ, ૪ નગરપાલિકાઓનો નવા બનનારા વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવશે.

8 તાલુકા સાથે વાવ-થરાદ નવો જિલ્લો જાહેર (Etv Bharat Gujarat)

બનાસકાંઠા જિલ્લાનું વિભાજન

હાલનો બનાસકાંઠા જિલ્લો રાજયમાં તાલુકાઓની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ ૧૪ તાલુકાઓ ધરાવે છે, એટલું જ નહીં વિસ્તારની દ્રષ્ટિએ પણ બીજા ક્રમનો જિલ્લો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વસ્તી, વિસ્તાર અને તાલુકાઓનું ભારણ ઘટે અને લોકોને સરકારી સવલતો વધુ સુગમતાથી મળી રહે તે માટે વિશાળ જનહિતમાં મહત્વનો નિર્ણય લઈ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લાઓ વાવ-થરાદ અને બનાસકાંઠા નામે બનાવવાની જાહેરાત કરી છે.

વાવ-થરાદ જિલ્લામાં 8 તાલુકાઓનો સમાવેશ

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા રચાનારા વાવ-થરાદ જિલ્લા અંગેની વિગતો આપી હતી તેમણે. કહ્યું કે જિલ્લાના ૧૪ તાલુકાઓમાંથી નવા બનનાર વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ ૮ તાલુકાઓ તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ થનાર છે.

બનાસકાંઠા જિલ્લામાં હવે 6 તાલુકા

બનાસકાંઠા જિલ્લામાં બાકીના ૬ તાલુકાઓ પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ ૬ તાલુકાઓ તેમજ પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાઓનો સમાવેશ રહેશે, તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીએ બંને જિલ્લાઓમાં ગામડાઓનું વિભાજન મહદઅંશે સમાન રીતે દરેક જિલ્લામાં ૬૦૦ આસપાસ રહે તેમ તથા વિસ્તાર વાવ-થરાદ જિલ્લામાં ૬૨૫૭ ચો. કિ.મી અને બાનસકાંઠા જિલ્લામાં ૪૪૮૬ ચો. કિ.મી રહે તે પ્રમાણે વિભાજન કરવામાં આવશે તેવા દિશાનિર્દેશ આપ્યા છે.

વાવ-થરાદ નવા જિલ્લાની જનતાને મળશે આ સુવિધા

ખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા વિસ્તારના પ્રજાજનોને વહીવટી, ભૌગોલિક, આર્થિક વગેરે બાબતે વધુ સુગમતા રહે તે આશયથી બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર અને વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રાખવાનું નક્કી કર્યુ છે. જેના પરિણામે અગાઉ વાવ-થરાદ જિલ્લા બાજુના આઠ તાલુકાઓને મુખ્ય મથક પાલનપુર જવા માટે જે અંતર લાગતું હતું તેમાં સરેરાશ ૩૫ થી ૮૫ જેટલા કિ.મી. અંતરમાં ઘટાડો થશે તથા સમય અને ઈંધણની પણ બચત થશે. આ બે નવા જિલ્લાઓના સર્જનથી સરકાર તરફથી મળતું ભંડોળ(ગ્રાન્ટ)માં વધારો થશે જેથી બનાસકાંઠાની જનતાની માળખાકીય અને માનવ વિકાસ સુવિધાઓમાં પણ વધારો થશે અને આ નવીન જિલ્લો રાજ્યના કુલ જિલ્લાઓની સંખ્યામાં ૩૪ ક્રમે ગણતરીમાં લેવાશે.

સરહદી વિસ્તારના સ્થાનિકોએ પણ થરાદ જિલ્લો જાહેર થતાં જ પોતાની ખુશી વ્યક્ત કરી હતી હતી, આ વિસ્તારમાંથી આવતા એક સ્થાનિકે જણાવ્યું હતું કે, ''થરાદ જીલ્લો જાહેર થતાં અમારી મુશ્કેલી ઓછી થશે જે પાલનપુર સુધી લાંબા થવું પડતું છે તે કચેરીઓ હવે થરાદ લેવલે જ બનશે જેના કારણે અમારો સમય અને પૈસા બંનેની બચત થશે અને અમારા કામ ઝડપી થશે'.

નવીન જિલ્લો બનાવવાની જાહેરાત થતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ ભાજપની બેધારી નીતિ હોવાનું કહીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલાએ સરકારના આ નિર્ણયને વધાવ્યો હતો તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લાના વિભાજન માટે જિલ્લા ભાજપ દ્વારા અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી અને આખરે સરકારે જનહિતમાં નિર્ણય લીધો છે જે ખરેખર આવકારદાયક છે. -બાબુભાઈ, આકોલી

  1. બનાસ બેંકની ચૂંટણી: ચેરમેન અને વાઇસ ચેરમેન બિનહરીફ ચૂંટાયા
  2. નર્મદાના નીરથી વંચિત વાવનો ખેડૂત: લાખો રૂપિયાના નુકસાનની ભીતિ સાથે સંભળાવી વેદના

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.