ભાવનગરઃ ભારત સરકાર દ્વારા આ ધોરણના વિદ્યાર્થીઓને ધોરણ 12 સુધી સ્કૉલરશિપ આપવામાં આવે છે. ગત વર્ષે શિક્ષણ સમિતિના 21 બાળકોએ પરીક્ષામાં પાસ થઈને સ્કૉલરશિપ મેળવી હતી. ભારત સરકાર વર્ષના સ્કૉલરશિપના ભાગ રૂપે પૈસા આપે છે. 1 જાન્યુઆરીથી શરૂ થયેલા રજિસ્ટ્રેશન માટે માત્ર 08 દિવસ છે, એટલે કે તા. 11 જાન્યુઆરી સુધી. તો ચાલો જાણીએ વિગતવાર...
શિક્ષણ ક્ષેત્રે ભારત સરકાર દ્વારા સ્કૉલરશિપ આપવામાં આવે છે. ત્યારે 2025ના પ્રથમ દિવસથી એક સ્કૉલરશિપ માટે અરજી કરવાનો પ્રારંભ થયો છે. જેમાં ખૂબ ઓછા દિવસો આપવામાં આવેલા છે. જો એક સ્કૉલરશિપ માટે પરીક્ષા આપ્યા બાદ મેરીટમાં આવતા વિદ્યાર્થીઓ 12 ધોરણ સુધી સ્કૉલરશિપ મેળવી શકે છે. ચુકતા નહીં 8મા ધોરણના વિદ્યાર્થીઓ.
રાષ્ટ્રીય સ્તરની સ્કૉલરશિપનું રજીસ્ટ્રેશન શરૂ
મહાનગરપાલિકાના શિક્ષણ સમિતિના શાસનાધિકારી મુંજાલ બડમલીયાએ જણાવ્યું હતું કે, કોણ આપવાનું ઓમ ભારત સરકાર દ્વારા વિવિધ સ્કૉલરશિપ આપવામાં આવે છે, જેની અંદર જે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કૉલરશિપ છે. આ સ્કૉલરશિપ છે એ મેરીટ સ્કૉલરશિપ છે. બાળકની એક્ઝામ લેવાય અને એક્ઝામમાં મેરીટમાં આવે એના આધાર ઉપર સ્કૉલરશિપ આપવામાં આવેલી હોય છે અને આ કેન્દ્ર સરકારની નેશનલ લેવલની સ્કૉલરશિપ છે.
આ ધોરણના વિદ્યાર્થી પરીક્ષામાં મેરીટમાં આવે તો મળે લાભ
વધુમાં શાસનાધિકારીએ જણાવ્યું હતું કે, ધોરણ 8ની અંદર જે બાળકો અત્યારે અભ્યાસ કરતા હોય એ બાળકો છે એ આ પરીક્ષા માટે એપીયર થઈ શકે છે અને એ લોકો પરીક્ષા આપી શકે છે. પરીક્ષા આપ્યા બાદ તેઓ મેરીટમાં આવે તેમને 9, 10, 11 અને 12 ચાર વર્ષ સુધી સરકાર દ્વારા તેને વર્ષના 12000 રૂપિયા લેખે સ્કૉલરશિપ આપવામાં આવતી હોય છે, એટલે જે બાળકમાં મેરીટમાં આવે છે, એને 9 વર્ષ પૂર્ણ થાય નવમું ધોરણ પૂર્ણ થાય એટલે નવમાં ધોરણનું ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ જાય, પૂર્ણ જરાય બાદ તેને 12 હજાર સ્કૉલરશિપ આપવામાં આવતી હોય છે.
ધોરણ 8 માં મેરીટમાં આવ્યા તો લાભ 12 ધોરણ સુધી
વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં નગરપાલિકા શિક્ષણ સમિતિના આશરે 3500 જેટલા બાળકો છે. જે આની અંદર દર વખતે એપીયર થાય છે અને લગભગ એવરેજ જોઈએ તો ગયા વર્ષે પણ 21 બાળકો છે જે મેરીટમાં આવેલા છે અને અત્યારે સ્કૉલરશિપ મેળવે છે. આની અંદર જે કંઈ પણ બાળકો છે એમને 9, 10, 11, 12 ધોરણ સુધી ભણી રહ્યા અને બાળકો છે. 12 ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કરે એ હેતુથી ભારત સરકાર દ્વારા સ્કૉલરશિપ આપવામાં આવે છે. જો કે આ સ્કૉલરશિપનો સરકાર દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને લાભ આપવામાં આવે છે.