જૂનાગઢ: પોષ મહિનાની બીજની ધાર્મિક આસ્થા અને ઉલ્લાસ સાથે સતાધાર ધામમાં ઉજવણી કરવામાં આવી હતી. આજે દિવસ દરમિયાન ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ થઈ રહ્યું છે. જે રીતે 12 પૂનમ ભરવાનું એક ધાર્મિક મહત્વ છે, બિલકુલ તેવી જ રીતે 12 બીજ ભરવાનુ પણ આટલું જ ધાર્મિક મહત્વ છે. ત્યારે બીજના દિવસે સતાધાર ધામમાં ધ્વજારોહણ કરીને ભાવિકોએ પોષ મહિનાના બીજની ઉજવણી કરી હતી.
પોષ મહિનાના બીજની ઉજવણી: પોષ મહિનાના બીજના દિવસે આજે વિસાવદર નજીક આવેલા સતાધાર ધામમાં ધ્વજારોહણ કરીને બીજની ધાર્મિક ઉજવણી કરી હતી. બાર મહિના દરમિયાન આવતી 12 બીજનું વિશેષ મહત્વ છે. જે પૈકીની અષાઢ મહિનાની બીજ કે જેને ભગવાન જગન્નાથની રથયાત્રા સાથે પણ આદિ અનાદિકાળથી સંબંધ છે.
દર મહિને આવતી બીજ ઉજવવાની એક વિશેષ પરંપરા છે. જે રીતે લોકો પૂનમ ભરવાને લઈને ખૂબ જ ઉત્સાહિત જોવા મળતા હોય છે. બિલકુલ તેવી જ રીતે બીજ ભરવાની પરંપરા પર જોવા મળે છે. પૂનમના દિવસે લોકો વ્રત ઉપવાસ કરતા હોય છે. તો બીજના દિવસે ધ્વજારોહણ કરીને ધાર્મિક રીતે ઉજવણી કરતા હોય છે.
બીજના દિવસે રામદેવજી મહારાજની પૂજા: બીજના દિવસે રામદેવજી મહારાજની પૂજા અને નૂતન ધ્વજારોહણ કરવામાં આવતું હોય છે. સૌરાષ્ટ્રમાં મહેર, ખારવા, કોળી અને અન્ય 18 વર્ણના લોકો પણ રામદેવજી મહારાજમાં શ્રદ્ધા ધરાવે છે. જેથી પણ બીજના તહેવારને રામદેવજી મહારાજ સાથે જોડીને પણ જોવામાં આવે છે.
આજે પોષી બીજના દિવસે ખાસ રામદેવજી મહારાજના મંદિરે વિશેષ પૂજા ધ્વજારોહણ અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન થતું હોય છે. જેમાં 18 વર્ણના લોકો એક સાથે જોડાઈને રામદેવજી મહારાજના દર્શન પૂજા ધ્વજારોહણ કરીને એક સાથે ભોજન પ્રસાદ પણ ગ્રહણ કરતા હોય છે.
આ પણ વાંચો: