વાપીમાં J ટાઈપ વિસ્તારમાં રાત્રે R3 ક્રોપ કેર નામની કંપનીમાં આગની ઘટના ઘટી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા વાપી, સરીગામથી ફાયરના જવાનોને બોલાવવામાં આવ્યા હતાં. ફાયરના જવાનોએ 2 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. જ્યારે એક કર્મચારીને આગની જ્વાળા લાગતા દાજયો હતો. તો 3 કર્મચારીઓ ધુમાડાના ગેસને કારણે ગૂંગણામણ અનુભવતા હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
આ અંગે કંપનીના યુનિટ હેડ શશી લાડએ જણાવ્યું હતું કે, ઘટનામાં કંપનીને ખૂબ જ મોટું નુકસાન થયું છે અને કર્મચારીઓની જાનહાની ટળી છે. આ ઘટનામાં 4 કર્મચારીઓ ઘાયલ થયા છે. જેઓને હોસ્પિટલમાં ભરતી કર્યા છે. અમે તાત્કાલિક ધોરણે સમય સૂચકતા વાપરતા મોટી જાનહાની ટળી છે.