વાપી : વલસાડ જિલ્લાના વાપીમાં અષાઢી બીજના રથયાત્રાના ( Jagannath Rathyatra 2022 ) દિવસે વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ જણાવ્યું હતું કે વાપી નગરપાલિકા વિસ્તારમાં અને વિવિધ સોસાયટીઓમાં વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં. ક્લીન વાપી અને ગ્રીન વાપીની ( Clean Vapi and Green Vapi ) થીમ પર આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
જગન્નાથજી પાસે દેશનું અર્થતંત્ર મજબૂત બને એવી પ્રાર્થના કરી - અષાઢી બીજના દિવસે સમગ્ર દેશમાં જય જગન્નાથનો નાદ ગુંજયો છે. અમદાવાદ, વલસાડ વાપી જેવા શહેરોમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું ( Jagannath Rathyatra 2022 ) આયોજન પણ થતું હોય છે. ભગવાનના નગરચર્યાના આ પાવન દિવસે નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈએ સમગ્ર દેશના લોકો નિરોગી રહે, આરોગ્યપ્રદ રહે, દેશનો વિકાસ થાય, અર્થતંત્ર મજબૂત બને લોકો ભાઈચારાથી રહે તેવી રાજ્યના નાગરિકોને (Finance Minister Kanu Desai in Vapi)શુભેચ્છા પાઠવી હતી.
દિલ્હીમાં ગુજરાતના વિવિધ પ્રોજેકટ અંગે ચર્ચા કરી -નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈએ(Finance Minister Kanu Desai in Vapi) વધુમાં જણાવ્યું હતું કે હાલમાં તેમણે દિલ્હીમાં નાણાંપ્રધાન નિર્મલા સીતારામન (Finance Minister Nirmala Sitharaman) અને કોલ મંત્રાલય સાથે મુલાકાત કરી હતી. વિવિધ મહત્વના પ્રોજેક્ટ અંગે ચર્ચા વિચારણા કરી હતી. દેશમાં જ્યારે કોલસાની તંગી (Coal shortage) હતી તેવા સમયે પણ ગુજરાત સંપૂર્ણ રીતે આગળ વધતું રાજ્ય સાબિત થયું હતું. કોલ કે પાવરની કોઈ જ તંગી ન હોઇ એક પણ દિવસનું લોડ શેડીંગ આપ્યું નથી. જે માટે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અને કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો.
કેન્દ્રીય નાણાપ્રધાને કોઈન અને સ્ટેમ્પની ભેટ આપી -દિલ્હીની મુલાકાત દરમિયાન કેન્દ્રના નાણાંપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા તેમને વિશેષ ભેટ આપવામાં આવી હતી જે અંગે તેમણે (Finance Minister Kanu Desai in Vapi)જણાવ્યું હતું કે તે દેશ 75 મો આઝાદી અમૃત મહોત્સવ (Azhadino amrut mahotsav in Vapi Municipality) ઉજવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ઉજવાઈ રહેલ આ 75 માં આઝાદી અમૃત મહોત્સવ દરમ્યાન કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ પ્રકારના કોઈન અને સ્ટેમ્પની સિરીઝ (A series of coins and stamps) બહાર પાડી છે. દરેક પ્રધાનને યાદગીરી રૂપે ભેટ આપવામાં આવી છે.
વૃક્ષ રથનું પ્રસ્થાન કરાવ્યું -ગુજરાતમાં ઉજવાઇ રહેલા 75માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યના બજેટમાં 75 નમો વન (75 Namo Van) બનાવવાની જાહેરાત કરી હતી. જે ક્લીન વાપી અને ગ્રીન વાપીઅંતર્ગત વાપી ( Clean Vapi and Green Vapi ) નગરપાલિકાએ પણ પાલિકા વિસ્તારના એક નમો વન બનાવવાનું આયોજન કર્યું છે. તે બદલ નાણાંપ્રધાને નગરપાલિકાના સત્તાધીશોને શુભેચ્છા પાઠવી હતી. નાણાંપ્રધાને (Finance Minister Kanu Desai in Vapi) વૃક્ષ રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.