- વલસાડના ગુંદલાવ નજીકમાં કેરવેલ વર્કશોપમાં લાગી આગ
- વહેલી સવારે આગ લાગતા સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ
- કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા દોડધામ મચી
વલસાડ : વલસાડ ગુંદલાવ ચોકડી પાસે આવેલ કેરવેલના વર્કશોપમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. એકવાર આગ કાબુમાં આવ્યા બાદ પણ ઓઇલના ગોડાઉનમાં આગ લાગતાં આગ વધુ પ્રસરી હતી. આગને કાબુમાં લેવા માટે ૧૩ જેટલા ફાયર ફાઈટરો ધટના સ્થળે તૈનાત કરાયા હતા, અને આગને કાબુમાં લેવામાં આવી હતી.
વલસાડ પાલિકાના કર્મચારીઓ ઘટના સ્થળે પોહચ્યા
વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના જવાનો રસ્તા પર કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેનું ધ્યાન રાખી રહ્યા હતા, તો વલસાડ પાલિકાના કર્મચારીઓ પણ ઘટના સ્થળે આવી પીહોંચ્યાં હતા, અને તેનું નિરીક્ષણ કર્યું હતું
ગોડાઉન માંથી સામાન ખસેડવા કર્મચારીઓ કામે લાગ્યા
આ વિસ્તાર ઘણા ગોડાઉન હોઈ સતત સામાન ખસેડવાની પણ પ્રક્રિયા ચાલુ છે, અને અહીં ગાડીનું વર્કશોપ હોઈ રીપેરમાં આવેલ તમામ ગાડીઓ પણ અન્ય સ્થળે ખસેડવામાં આવી છે. વર્કશોપના કર્મચારીઓ અને આજુ બાજુ ના તમામ લોકો આગ ને કાબુમાં લેવા માટે મદદરૂપ થઈ રહ્યા છે. તો બીજી તરફ JCBથી રેતી નાખીને પણ આગ પર કાબુ મેળવવાની કોશિશ ચાલુ છે.
વાપીના ફાયર વાહનોએ ફોમ મારો ચલાવ્યો
હાલ ગુંદલાવ ચોકડી પર લાગેલી આગના ધુમાડા શહેર માં પણ દેખાઈ રહ્યા છે. 13 જેટલી ફાયર ફાઈટર ટીમ અત્યાર સુધી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે તેને સહકાર આપવા માટે વાપીના ફાયર ફાયટરો પણ દ્વારા ફોમનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.
આગને પગલે વાહનોને થયું નુકશાન
વર્કશોપ હોવાને કારણે, અહીં કામ અર્થે આવેલ એક બાઈક અને કારને નુકશાન પોહચ્યું હતું. આગ લાગવાનું કારણ હજુ ચોક્કસ જાણી શકાયું નથી. હાલ આ ઓઇલનું ગોડાઉન જે અહીં ભાડે રાખવામાં આવ્યું હતું. એમાં ભીષણ આગને લઈને તમામ એજન્સીઓ કામે લાગી છે.
આ પણ વાંચો : PM Modi દિગ્ગજ રોકાણકાર Rakesh Jhunjhunwalaને મળ્યા, ટ્વિટ કરી કહ્યું- શિક્ષણ ક્ષેત્રે થઈ વાતચીત
આ પણ વાંચો : સતત બીજા દિવસે સોનાની કિંમતમાં ઘટાડો, 46,600 પ્રતિ 10 ગ્રામ થયો ભાવ