ETV Bharat / state

વલસાડ જિલ્લામાં નબળા ચોમાસાને લઈ દુષ્કાળની દહેશત, સીઝનના સરેરાશ વરસાદ સામે આ વર્ષે 47 ટકા ઓછો વરસાદ - Fear of famine

ગુજરાતના ચેરાપુંજી કહેવાતા વલસાડ જિલ્લામાં 2020નું ચોમાસું ખૂબ જ નબળું પસાર થઈ રહ્યું છે. જેને લઇને જિલ્લાના ખેડૂતોમાં દુષ્કાળની દહેશત વ્યાપી છે. વલસાડ જિલ્લામાં આ વખતે સીઝનના કુલ વરસાદ સામે 47 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. એ જ રીતે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં અને દમણમાં પણ સીઝનના સરેરાશ વરસાદ સામે ખૂબ જ ઓછો વરસાદ નોંધાતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.

weak monsoon in Valsad
વલસાડ જિલ્લામાં નબળા ચોમાસાને લઈ દુષ્કાળની દહેશત, સીઝનના સરેરાશ વરસાદ સામે આ વર્ષે 47 ટકા ઓછો વરસાદ
author img

By

Published : Jul 28, 2020, 3:15 AM IST

વલસાડઃ ગુજરાતના ચેરાપુંજી કહેવાતા વલસાડ જિલ્લામાં 2020નું ચોમાસું ખૂબ જ નબળું પસાર થઈ રહ્યું છે. જેને લઇને જિલ્લાના ખેડૂતોમાં દુષ્કાળની દહેશત વ્યાપી છે. વલસાડ જિલ્લામાં આ વખતે સીઝનના કુલ વરસાદ સામે 47 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. એ જ રીતે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં અને દમણમાં પણ સીઝનના સરેરાશ વરસાદ સામે ખૂબ જ ઓછો વરસાદ નોંધાતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.

weak monsoon in Valsad
વલસાડ જિલ્લામાં નબળા ચોમાસાને લઈ દુષ્કાળની દહેશત, સીઝનના સરેરાશ વરસાદ સામે આ વર્ષે 47 ટકા ઓછો વરસાદ

વલસાડ જિલ્લો ગુજરાતનો ચેરાપુંજી ગણાય છે. જિલ્લામાં દર વર્ષે ચોમાસામાં સરેરાશ 100 ઇંચથી પણ વધુ વરસાદ વરસે છે. પરંતુ આ વખતે વર્ષ 2020માં જિલ્લામાં સીઝનનો અત્યાર સુધીનો જે વરસાદ નોંધાયો છે, તેમાં 47% ઓછો વરસાદ નોંધાયો છે.

જિલ્લામાં તાલુકા પ્રમાણે વરસાદની વાત કરીયે તો વલસાડ તાલુકામાં 647 mm વરસાદ, ઉમરગામ તાલુકામાં 736 mm, કપરાડા તાલુકામાં 681 mm, ધરમપુર તાલુકામાં 510 mm, પારડી તાલુકામાં 367 mm અને વાપીમાં 479 mm 27મી જુલાઈ સુધીમાં નોંધાયો છે.

જિલ્લામાં સરેરાશ વરસાદ અત્યાર સુધીમાં 585 mm નોંધાઈ ચૂક્યો છે. પરંતુ દર વર્ષે 27મી જુલાઈ સુધીમાં વલસાડ જિલ્લામાં જે વરસાદ નોંધાતો આવ્યો છે, તે સરેરાશ 1107 mm જેટલો વરસાદ હોય છે. ટૂંકમાં કહી શકાય કે 27મી જુલાઈ સુધીમાં જિલ્લામાં 50 ઇંચ જેટલો વરસાદ વરસતો હોય છે તે જિલ્લામાં આ વખતે માત્ર 25 ઇંચ વરસાદ વરસ્યો છે.

વલસાડની સાથોસાથ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીની વાત કરીએ તો, દાદરા નગર હવેલીમાં પણ 42 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. દાદરા નગર હવેલીમાં દર વર્ષે 27મી જુલાઈ સુધીમાં 1059 mm જેટલો વરસાદ નોંધાતો હોય છે. જેની સામે આ વખતે 621 mm વરસાદ નોંધાયો છે. દમણમાં 30 ટકા ઓછો વરસાદ પડયો છે. દમણમાં સરેરાશ 830 mm વરસાદ નોંધાતો હોય છે. જેની સામે આ વખતે માત્ર 577 mm વરસાદ નોંધાયો છે.

વલસાડ જિલ્લો તેમજ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ મોટાભાગે ડાંગરની ખેતી આધારિત વિસ્તારો છે. આ વિસ્તારના ખેડૂતો ડાંગરની અને તુવર, વાલ, અડદ જેવા કઠોળ અને શાકભાજીની ખેતી કરે છે. આ તમામ ખેતી વરસાદ આધારીત હોય છે, અને તેને મબલક પાણીની જરૂર હોય છે. જોકે આ વખતે વરસાદ ખૂબ જ ઓછો વરસતા મોટાભાગના ખેડૂતો નિરાશ થયા છે તેમજ ડાંગરની કે અન્ય ખેતી નિષ્ફળ નીવડી છે. ત્યારે હજુ આવનારા દિવસોમાં મેઘરાજા પોતાનું હેત વરસાવે અને જે સરેરાશ વરસાદ પડે છે, તેની સામે ભલે ઓછો હોય પરંતુ ખેડૂતોને લાભ કરે તેટલો વરસાદ પણ વરસે તેવી આશા ખેડૂતોને છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.