થોડા સમય અગાઉ લોકસભામાં પાસ થયેલા CAA માટે અનેક રાજ્યોમાં તોફાનો ફાટી નીકળ્યા છે, તો કેટલાક સ્થળે શાંતિથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરંતુ વલસાડ જિલ્લાના ખેડૂતોએ આ કાયદા અંગે અભ્યાસ કરીને કાયદાને સમર્થન આપ્યું છે. ગુરૂવારે વલસાડ જિલ્લાના વડગામ ખાતે ખેડૂતોએ આ કાયદાનું સમર્થન કરી ભારત માતા કી જયના નારા બોલાવ્યા હતા.
ખેડૂતોએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા લેવામાં આવેલું આ પગલું ખૂબ જ મહત્વનું અને અસરકારક છે, જે સામાન્ય જનતાએ સમજવું જોઈએ અને સમર્થન કરવું જોઈએ. વધુમાં ખેડૂતોએ કહ્યું કે, ગાડરીયા પ્રવાહમાં વહેવા કરતાં પહેલાં આ કાયદા અંગે સંપૂર્ણ માહિતી મેળવવી જોઈએ અને પછી વિરોધ નોંધાવવો જોઈએ.
ગુરૂવારે યોજાયેલા સમર્થન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.