ETV Bharat / state

Valsad: જિલ્લાના ગામોમાં વીજ ધાંધિયાથી ખેડૂતો પરેશાન - VALSAD LOCAL NEWS

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના પૂર્વ પટ્ટીના 10થી વધુ ગામોમાં ખેતીવાડી વીજ લાઇનમાં વીજ ધાંધિયાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. ત્યારે ચોમાસાના બે માસ દરમિયાન ખેતીવાડીમાં દિવસ દરમિયાન પણ વીજ પ્રવાહ આપવામાં આવે એવી માગ કરવામાં આવી છે.

વલસાડ
વલસાડ
author img

By

Published : Jun 30, 2021, 10:20 AM IST

  • પૂર્વ પટ્ટીના ગામોમાં ખેતીવાડી લાઇનમાં વીજ ધાધિયા
  • ખેડૂતોને રોપણી માટે ખેતર તૈયાર કરવા માટે પાણી માત્ર ઇલેક્ટ્રિક પમ્પ વડે જ મળી શકે
  • 10થી વધુ ગામોના ખેડૂતોએ વીજ કંપનીના ઈજનેરને આવેદનપત્ર

વલસાડ: ધરમપુર તાલુકાના પૂર્વ પટ્ટીના 10થી વધુ ગામોમાં ખતીવાડી વીજ લાઇન (electricity line) માં વીજ ધાધિયાથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. તો બીજી તરફ ઘર માટે આપવામાં આવતી વીજળી પણ સતત ત્રણ કે ચાર દિવસ સુધી ગુલ રહે છે. જેને લઈ સ્થાનિકોની મુશ્કેલી વધે છે. જે અંગે થોડા દિવસ અગાઉ ખેડૂતો દ્વારા ભેગા મળી આવેદનપત્ર પણ વીજ કચેરી ખાતે આપવામાં આવ્યું હતુ અને ચોમાસાના બે માસ દરમિયાન ખેતીવાડીમાં દિવસ દરમિયાન પણ વીજ પ્રવાહ (electricity)આપવામાં આવે એવી માગ કરવામાં આવી છે.

ખેતરમાં પાણી એકત્ર કરવા વીજ પ્રવાહનો સહારો લેવાની આવે છે નોબત

ધરમપુર તાલુકામાં પૂર્વ પટ્ટીના મોટા ભાગના ગામોમાં ખેડૂતો સમગ્ર વર્ષનું ધાન એટલે કે, ડાંગર પકવવા માટે હંમેશા તતપર હોય છે. ચોમાસુ શરૂ થતાં જ ખેતરોમાં હળ લઈ ઉતરી ખેતરો તૈયાર કરવા જોતરાય છે. મોટા ભાગે વર્તમાન સ્થિતિમાં ખેતરોમાં પાણી ભરી કાદવ બનાવ્યા બાદ ડાંગરની રોપણી થતી હોય છે. અગાઉ વ્યાપક વરસાદ થતાં ખેડૂતોને ફાયદો થતો હતો, પરંતુ પાછલા વર્ષોમાં વરસાદ માત્ર આખા દિવસમાં એકલ દોકલ ઝાપટા આવતા હોય તેનાથી ખેતર ભરાતા ન હોય, ખેતીવાડીની વીજ લાઈનના સહારે મોટરો વડે નદી નાળા માંથી પાણી લાવી ને ખેતરો તૈયાર કરવા પડે છે અને વીજ પ્રવાહ ચોક્કસ પણે અનિયમિત મળતા અહીંના ખેડૂતોની હાલત દયનીય છે.

આ પણ વાંચો: ગીર-સોમનાથમાં વીજ પૂન: સ્થાપિતની કામગીરી ચાલી રહી છે પૂર જોશમાં

ઘર વપરાશની વીજળી પણ સતત ચાર-ચાર દિવસ સુધી ગુલ રહે છે

ધરમપુર તાલુકાના પૂર્વ પટ્ટીના ગામોમાં ચોમાસુ શરૂ થતાંની સાથે જ વીજ ધાંધિયા શરૂ થઈ ચૂક્યા હોય, સ્થાનિકોની હાલત દયનીય છે. રજપુરી જંગલથી લઈ ગડી બીલધા સહિતના બોર્ડરના ગામોમાં વીજળી ગુલ થવાના કિસ્સા વધી રહ્યા છે. ગ્રામીણ કક્ષાએ સતત ચાર દિવસ સુધી વીજ પ્રવાહ ડુલ રહે છે. જેને કારણે અંધારાપટ્ટમાં લોકોને મજબૂરી વશ જીવન નિર્વાહ કરવો પડે છે. ખેતીવાડી માટે વીજ પ્રવાહમાં પણ નિયમિત રીતે વીજળી ડુલ થવાના કિસ્સાઓ વધી રહ્યા છે. જેને કારણે ચોમાસા દરમિયાન ખેતરોમાં ડાંગરના પાક માટે પાણી ભરવા માટે ખૂબ હાલાકી પડી રહી છે.

આ પણ વાંચો: ગીર સોમનાથના 44 ગામોમાં પાણીનું વિતરણ શરૂ, અન્ય 83 ગામોમાં વિતરણ માટે કામગીરી

7થી વધુ ગામોના ખેડૂતોએ વીજ પ્રવાહ નિયમિત આપવા કરી રજૂઆત

જિલ્લા પંચાયતના માજી સભ્ય ઝીણાભાઈ પવારના જણાવ્યા અનુસાર થ્રી ફેસ ખેતીવાડી લાઇન ઉપર નિયમિત વીજ પ્રવાહ ન મળવાને કારણે વર્તમાન સમયમાં ડાંગરનો પાક માટે ખેતર તૈયાર કરનારા ખેડૂતોની હાલત દયનીય બની છે. 7થી વધુ ગામના ખેડૂતો ભેગા મળીને તેમની સમસ્યા અંગે રજૂઆત કરવા માટે વીજ કચેરીએ પહોંચી ચોમાસાના 2 માસ જ્યાં સુધી ડાંગરની રોપણી થનારા હોય એટલા સમય ગાળા દરમિયાન નિયમીત વીજ પ્રવાહ આપવામાં આવે એવી રજૂઆત કરી હતી તેમજ ગ્રામીણ કક્ષામાં રેગ્યુલર લાઇન મેન મુકવામાં આવે જેથી સ્થાનિકોને પડતી મુશ્કેલીમાંથી છુટકારો મળી રહે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.