વલસાડ : જિલ્લામાં દરિયાઇ વિસ્તારમાં તિથલ સિવાયના પણ અનેક એવા બીચ છે. જેનો વિકાસ કરવામાં આવે તો વલસાડ જિલ્લો દેશ-વિદેશમાં પ્રસિદ્ધિ પામી શકે તેમ છે. તેમાં પણ ઉમરગામ તાલુકાનો નારગોલ બીચ અને સપાટ દરિયાકિનારો ગુજરાતના જ નહીં, પરંતુ અન્ય રાજ્યોના હજારો પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. દરિયાકિનારે પાયાગત સુવિધાઓના અભાવે આ વનરાજીથી ઘેરાયેલો, પરંતુ ઘૂઘવતો સાગરકાંઠો બંજર બની રહ્યો છે. જેને આગામી દિવસોમાં સરકાર વધુ બંજર બનાવવા તલપાપડ બની છે. અહીં આગામી દિવસોમાં એક છેડે કાર્ગો પોર્ટ અને બીજા છેડે મત્સ્ય બંદર બનાવવામાં આવશે.
ડિસ્કવર ઇન્ડિયા : શાંતિની પળો માટે પ્રવાસીઓમાં જાણીતો છે વલસાડ જિલ્લાનો આ નારગોલ બીચ - VALSAD
જિલ્લાના ઉમરગામ તાલુકાના દરિયાકાંઠે નારગોલ ગામનો રમણીય દરિયાકિનારો હજારો પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે, પરંતુ આ સુંદર અને રમણીય દરિયા કિનારાને વિકસાવવામાં પ્રવાસન વિભાગને કે ફોરેસ્ટ વિભાગને કોઈ રસ નથી. ઉલટાનું આગામી દિવસોમાં આ દરિયા કિનારે એક તરફ મત્સ્ય બંદર અને બીજી તરફ કાર્ગો બંદર આવવાનું હોય, આ સુંદર રમણીય દરિયા કિનારાને પ્રવાસન ક્ષેત્રમાંથી બાકાત કરી દેવામાં આવ્યો છે.