ETV Bharat / state

ચૂંટણી અધિકારીઓએ ઉમરગામ નગરપાલિકાના ઉમેદવારોને આપ્યું ચૂંટણીલક્ષી માર્ગદર્શન - How to vote in EVM

ઉમરગામ તાલુકામાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઇ રહી છે. ઉમરગામ નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો પર ઉમેદવારી નોંધાવનારા ઉમેદવારોને ચૂંટણી અધિકારીઓએ ચૂંટણીલક્ષી માર્ગદર્શન અને કોરોના ગાઈડલાઈન અંગેની વિગતવાર માહિતી પૂરી પાડી જરૂરી સૂચનો કર્યા હતા.

ઉમેદવારોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન
ઉમેદવારોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન
author img

By

Published : Feb 23, 2021, 6:25 PM IST

  • ચૂંટણી અધિકારીએ બેઠક યોજી
  • બેઠકમાં ઉમેદવારોને EVM અંગે માહિતી આપી
  • મતદાન દરમિયાન કોવિડ-19 અંતર્ગત તમામ સુવિધાઓ

વલસાડ : સોમવારે ઉમરગામની કુમારશાળાના બી.આર.સી. ભવનમાં ભાજપ, કોંગ્રેસ, બસપા અને આપ સહિત અપક્ષ ઉમેદવારો સાથે ચૂંટણી અધિકારીઓએ એક બેઠકનું આયોજન કરી ચૂંટણી પ્રચાર, મતદાન, EVM અને કોરોના ગાઈડલાઈન અંગે ઉપયોગી માર્ગદર્શન અને સૂચનો કર્યા હતા. તેઓને EVMમાં મતદારે કઈ રીતે મતદાન કરવું, કઈ રીતે EVMમાં પોતાના મતને રજીસ્ટ્રર કરવો તે અંગેનું મહત્વ સમજાવ્યું હતું. કોરોના ગાઈડ લાઈનમાં તમામ નિયમોનું પાલન કરવા સુચન કર્યું હતું. ઉમેદવારોએ ચૂંટણીપંચની ગાઇડલાઇનને કઈ રીતે અનુસરવી તે અંગે માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

ઉમેદવારોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન
ઉમેદવારોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન
21,779 મતદારો માટે 22 મતદાન મથકોની વ્યવસ્થાચૂંટણી અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી દરમિયાન ઉમેદવારો વચ્ચે કોઈ તકરાર ન થાય અને શાંતિભર્યાં વાતાવરણમાં ચૂંટણી સંપન્ન થાય એ માટે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આવશે. ઉમરગામ નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 21,779 મતદારો છે. 7 વોર્ડ છે જેમાં કુલ 22 મતદાન મથકોની વ્યવસ્થા ઊભી કરાઇ છે. 07 મતદાન મથક સંવેદનશીલ છે. જેના ઉપર કોઈ અઘટિત ઘટના ન બને એ માટે પૂરતી તકેદારીના પગલાં લેવામાં આવશે.
ઉમેદવારોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન
ઉમેદવારોને ચૂંટણીલક્ષી માર્ગદર્શન
મતદાન બુથ પર કોવિડ-19 અંતર્ગત તમામ સુવિધાઓમતદાનના દિવસે તમામ મતદાન મથકો પર મતદાતાઓ માટે પાણી, લાઇટ, શૌચાલયની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. કોવિડ-19 અંતર્ગત ચૂંટણીપંચના ખાસ માર્ગદર્શન હેઠળ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનેટાઈઝર સહિત આરોગ્યની ટીમ તૈનાત કરવા આરોગ્ય વિભાગને જાણ કરી હોવાનું પણ ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું. ચૂંટણી અધિકારી ડી.આઈ. પટેલ, મદદનીશ ચૂંટણી અધિકારી ડી. એમ. મહાકાલ, ઉમરગામ નગરપાલિકાના ચીફ ઓફિસર વિપુલ પરમાર, ઉમરગામ પોલીસ મથકના PI વી.એચ. જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલી ચૂંટણીલક્ષી બેઠકમાં નગરપાલિકાના તમામ વોર્ડના ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.