ETV Bharat / state

વલસાડ જિલ્લાની 91 વર્ષ જૂની SBPP બેંકના 18 ડિરેક્ટરોની ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં - SBPP bank elections

વલસાડ જિલ્લામાં છેલ્લા 91 વર્ષથી કાર્યરત સરદાર ભીલાડવાલા પારડી પીપલ્સ કો-ઓપરેટિવ બેંકના 18 ડિરેક્ટરો માટે આગામી 14મી માર્ચે મતદાન યોજાયું છે. આ બેંકના ડિરેક્ટરોની ચૂંટણી માટે 38 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 18 ડિરેક્ટરો માટેની એક પેનલ ભાજપ સમર્થીત સહકાર પેનલ છે. તો, બીજી બિનરાજકીય પંરતુ કોંગ્રેસ પ્રેરિત પેનલ છે. જે બંને વચ્ચે સીધો મુકાબલો છે. હાલ બંને પેનલના ઉમેદવારો પુરજોશમાં પોતાનો ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે.

વલસાડ
વલસાડ
author img

By

Published : Mar 8, 2021, 1:03 PM IST

  • 14મી માર્ચે 91 વર્ષ જૂની SBPP બેંકના ડિરેક્ટરો માટે મતદાન
  • ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ આમનેસામને
  • 11 શાખા ધરાવતી બેંકનો 1178 કરોડનો વાર્ષિક વેપાર છે

વાપી:વર્ષ 1930માં સરદાર ખાનબહાદુર વિકાજી પીરોજશા ભિલાડવાલાએ સ્થાપેલી સરદાર ભિલાડવાલા પારડી પીપલ્સ બેન્કના 18 ડિરેક્ટરો માટે આગામી 14મી માર્ચે મતદાન થવાનું છે. ત્યારે આ ચૂંટણીમાં ભાજપ સમર્થીત સહકાર પેનલ અને બિન રાજકીય પેનલના 38 ઉમેદવારો મેદાનમાં છે. જેઓ હાલ બેંકના 37772 સભાસદોને રીઝવવા પુરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.

બેંકની કાયાપલટ કરવાનો સહકાર પેનલનો દાવો

SBPP બેંકની વલસાડ જિલ્લામાં માત્ર 11 જ શાખા છે. તેમ છતાં 37,772 સભાસદો, વાર્ષિક 1178 કરોડનું ટર્ન ઓવર ધરાવતી બેંકમાં 746 કરોડથી વધુની ડિપોઝીટ છે. જ્યારે 432 કરોડથી વધુનું ધિરાણ છે. બેંકના 18 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 38 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં એક પેનલ ભાજપ સમર્થીત સહકાર પેનલ છે તો બીજી મૂળ કોંગ્રેસ પ્રેરિત તેમ છતાં બિનરાજકીય લેબલ ધરાવતી પેનલ વચ્ચે સીધો મુકાબલો છે. ત્યારે ડિરેક્ટરોની ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર કરી રહેલા સહકાર પેનલના ઉમેદવારોએ પોતાની જીતના દાવા સાથે જીત મેળવ્યા બાદ બેંકની કઈ રીતે કાયાપલટ કરવા માંગે છે તે અંગે ETV ભારત સાથે ખાસ વાતચિત કરી હતી.

આ પણ વાંચો: સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીમાં બારડોલીથી સાંસદ પ્રભુ વસાવાની હાર

91 વર્ષે પણ અદ્યતન સેવા પૂરી પાડવાની ઉણપ

સરદાર ભિલાડવાડા બેંકની વર્ષ 1930માં સરદાર ખાનબહાદુર વિકાજી પીરોજશા ભીલાડવાલાએ પારડી ખાતે પ્રથમ શાખા સ્થાપી હતી. 1933માં વાપી ટાઉન વિસ્તારમાં બીજી શાખા સ્થાપી હતી. જે બાદ હાલની તારીખે કુલ 11 શાખા છે. જો કે વર્ષોથી આ બેંકને અન્ય બેંકની સખામણીએ અદ્યતન બનાવવામાં જે તે સમયના ડિરેક્ટરો, ચેરમેનો મહેનત કરી રહ્યા છે. એટલે હવે હાલની ભાજપ સમર્થીત સહકાર પેનલ વિજયી બની તેને અદ્યતન બેંકનું સ્વરૂપ આપી મલ્ટી સ્ટેટ બેન્ક બનાવવાનું સપનું સેવી રહી છે.

SBPP બેંકના 18 ડિરેક્ટરોની ચૂંટણી
SBPP બેંકના 18 ડિરેક્ટરોની ચૂંટણી

સભાસદોને રીઝવવા ડોર ટૂ ડોર ચૂંટણી પ્રચાર

સરદાર ભિલાડવાલા બેંકની ચૂંટણીને લઈને શરૂઆતથી જ વિવાદનો મધપૂડો પણ છેડાયો છે. જેમાં એક તરફ ભાજપે પોતાના ઉમેદવારો ઉભા રાખી કિટલીના નિશાન પર સહકાર પેનલ રચી છે. તો બીજી તરફ અન્ય ચૂંટણીઓમાં ભૂંડી હાર જોઈ ચૂકેલી કોંગ્રેસે પોતાના કોંગ્રેસી ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હોવા છતાં તેને બિનરાજકીય પેનલનું સ્વરૂપ આપી સભાસદોને રીઝવવા પ્રયાસો કર્યા છે.

વલસાડ

ડિરેક્ટરો માટે 38 ઉમેદવારો મેદાનમાં

ઉલ્લેખનીય છે કે, SBPP ના 18 ડિરેક્ટરોની ચૂંટણી માટે હાલ બંને પક્ષોના ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. દરેક સભાસદોને ડોર ટૂ ડોર મળી ચૂંટણીમાં વિજય થયા બાદ કેવી કાયાપલટ કરવામાં આવશે અને કઈ રીતે બેંકનો વિકાસ કરવામાં આવશે તેના વાયદા કરી રહ્યા છે. ત્યારે, સૌના સાથ સૌના વિકાસની વાતો કરતા ભાજપના સહકાર પેનલના ઉમેદવારો સભાસદોને કેટલા રિઝવી શક્યા તે તો 14મી માર્ચના મતદાન પછીના પરિણામમાં જ જાણવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.