વાપી: ગુજરાતના વલસાડ જિલ્લાની અને મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાની સરહદ સતત ભૂકંપના આંચકાથી ધ્રુજી રહી છે. ત્યારે શુક્રવારે રાત્રીના 1 વાગ્યાથી લઈને સવારના 8 વાગ્યા સુધીમાં 1.6 થી 3.5ની તિવ્રતાના 14 આંચકા નોંધાયા હતા. નવાઈની વાત એ છે કે, આ આંચકામાં 3 થી વધુની તીવ્રતાના 3 આંચકા નોંધાયા હતા. તે ઉમરગામ નજીક અરબ સાગરમાં ઉદ્દભવ્યા હતાં.
શુક્રવારે રાત્રે 3.29 કલાકે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના લોકોની ઊંઘ બગડી હતી. ઉમરગામ નજીક અરબ સાગરમાં 3.2ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જેને કારણે લોકો સફાળા ઊંઘમાંથી જાગી ગયા હતાં અને ગભરાઈ ગયા હતાં. શુક્રવારે રાત્રીના 1 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધીમાં આવા નાના-મોટા કુલ 14 આંચકા ગાંધીનગર સ્થિત સિસ્મોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં નોંધાયા હતા.
જેમાં પ્રથમ આંચકો રાત્રે 1:02 મિનિટે 2.2ની તીવ્રતાનો નોંધાયો હતો. જે બાદ 3:29 મિનિટ થી લઈ 7:49 મિનિટે 1.6નો આંચકો નોંધાયો હતો. જોકે, આ વખતે તમામ 3 મોટા આંચકાઓ જેમાં 3.5, 3.4 અને 3.2 નું ઉદ્દભવ સ્થાન પાલઘર જિલ્લાના મેદાની પ્રદેશને બદલે અરબી સમુદ્ર છે. વલસાડ જિલ્લાના ઉમરગામથી અરબ સાગર તરફ દરિયા ઊંડે 10 કિલોમીટર પર આ સળવળાટ થયો છે, જે ચિંતાનું કારણ છે.
જ્યારે 7 કલાકમાં કુલ 1.6 થી 3.5 સુધીના 14 કંપન નોંધાયા છે. જે તમામ પૃથ્વી પરના 19.631 થી 20.580 અક્ષાંશ અને 72.379 થી 73.224 રેખાંશ પર ઉદ્દભવ્યા છે. જેમાં અરબી સમુદ્ર, વલસાડ જિલ્લાનો ઉમરગામ તાલુકો, દાદરા નગર હવેલીનો ખાનવેલ વિસ્તાર મહારાષ્ટ્રનો પાલઘર જિલ્લો અને નાસિક જિલ્લાનો સમાવેશ થાય છે. ટૂંકમાં આ વિસ્તારમાં વર્ષોથી ભૂકંપના નાના-મોટા આંચકા અનુભવાતા આવ્યા છે અને તેની તીવ્રતા ક્યારેક 5 સુધી પણ પહોંચી છે. જે જોતા અહીં બીજી અનેક ફોલ્ટલાઈન સક્રિય થઈ રહી હોવાનું જાણકારોનું માનવું છે.
ગુજરાત-મહારાષ્ટ્ર સરહદે અરબ સાગરમાં 7 કલાકમાં અનુભવાયાં 14 ભૂકંપના આંચકા, લોકોમાં ફેલાયો ભય - Seismological Research Institute, Gandhinagar
ગુજરાતના વલસાડ જિલ્લાની અને મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાની સરહદ સતત ભૂકંપના આંચકાથી ધ્રુજી રહી છે. ત્યારે શુક્રવારે રાત્રીના 1 વાગ્યાથી લઈને સવારના 8 વાગ્યા સુધીમાં 1.6 થી 3.5ની તિવ્રતાના 14 આંચકા નોંધાયા હતા.