વલસાડ : વલસાડ જિલ્લાને રેડ એલર્ટ જાહેર (Red Alert in Valsad) કરવામાં આવ્યો છે, ત્યારે જિલ્લા કલેકટરે વહીવટી તંત્રની સંપૂર્ણ કામગીરીની માહિતી આપી હતી. વહીવટી તંત્ર કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે સજ્જ હોવાનું જણાવ્યું હતું. જિલ્લામાં નદીઓમાં આવેલા પુરને પગલે 77 માર્ગો 8 કલાક સુધી બંધ રહ્યા હતા. તેમજ સાફ સફાઈને લઈને કામગીરી અંગે તમામ કાર્ય વિશે માહિતી આપી હતી.
ઉપરવાસમાં વરસાદ ઓછો - વલસાડ જિલ્લાને ત્રણ દિવસ (monsoon 2022 in gujarat) માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે ગઇકાલે સાંજથી વરસાદનું જોર ધીમું થયું છે. તેમજ ઉપરવાસમાં વરસાદ ઓછો થવાથી હાલ તો વહીવટી તંત્ર અને પ્રજાએ રાહતનો શ્વાસ લીધો છે. તેમજ હજુ ત્રણ દિવસ રેડ એલર્ટ છે ને વહીવટી તંત્ર કોઈ સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ છે. ઔરંગા નદીના પાણી ફરી વળતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. કલેકટર ક્ષિપ્રા આગ્રે લોકોને જાહેર અનુરોધ કર્યો છે કે, વહીવટી તંત્ર જયારે પણ તમને સલામત સ્થળે ખસેડવા માટે તમારા દરવાજે આવે ત્યારે તેમને સહયોગ આપવા જણાવ્યું હતું.
નુકશાની અંગે કામગીરી - વલસાડમાં ઔરંગા નદીના પાણી ઓસર્યા છે. તેમજ વરસાદનું જોર ઘટી જતાં હવે વહીવટી તંત્ર દ્વારા નુકશાની અંગે સર્વે કામગીરી માટે દરેક ગામોમાં જ્યાં વરસાદી પાણી ભરાયા હતા, ત્યાં સર્વે કામગીરી શરૂ કરવામાં (Operation of Valsad system) આવી છે. વિવિધ ટીમો દરેક ગામોમાં પહોંચની કામગીરી હાથ ધરી છે. 48 કલાકમાં સર્વે પૂર્ણ થઇ ગયા બાદ હવે નુકશાની ભોગવનારને કેશડોલ આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું કલેક્ટરે જણાવ્યું હતું.
આ પણ વાંચો : વલસાડમાં ભારે વરસાદમાં લોકોનું સ્થળાંતર કર્યા બાદ સર્વે કામગીરી હાથ ધરવામાં આવી
સફાઈ અભિયાન હાથ ધરાયુ - ઔરંગા નદીમાં આવેલા ઘોડાપૂરને પગલે વલસાડના નદી કિનારે આવેલા વિસ્તાર છીપવાડ દાણા બજાર જેવા વિસ્તારોમાં નદીના પૂરના પાણી ફરી વળ્યા હતા. જેને પગલે અનેક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છે. પાણી ઓસર્યા બાદ કોઈ રોગચાળો ન ફેલાય તેવા હેતુથી વલસાડ પાલિકા અને અન્ય પાલિકાના 4 ચીફ ઓફિસર અને તેમની સાફ સફાઈની ટીમ સફાઈમાં ઉતરી છે.
આરોગ્યની ટીમની કામગીરી - પુરના પાણી ઓસર્યા બાદ કોઈ રોગચાળો ના વધે તે માટે આરોગ્ય વિભાગની ટીમ (Rain in Valsad) દ્વારા શરદી ખાંસી જેવા લક્ષણો ધરાવતા લોકોને સર્વે કરીને વિવિધ વિસ્તારોમાં એન્ટીલારવા એક્ટીવીટી તેમજ દવાનો વિતરણ પણ હાથ ધરવામાં (Valsad Health Department) આવ્યું છે. જિલ્લા કલેકટર ક્ષિપ્રા અંગ્રેના જણાવ્યા અનુસાર જિલ્લામાં પુરમાં મૃત્યુ આંકડો એક છે, જ્યારે અત્યાર સુધીમાં 5 લોકોના મૃત્યુ અંગેની માહિતી મળી રહી છે.
આ પણ વાંચોઃ વરસાદે ઐતિહાસિક શિવાલયને લેવડાવી જળ સમાધિ, જૂઓ વીડિયો...
77 માર્ગો ઉપર પાણી - વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ સાથે પડી રહેલા ભારે વરસાદને પગલે જિલ્લાની તમામ લોકમાતાઓ ગાંડીતૂર બની છે. તેમજ બે કાંઠે વહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. કપરાડા અને ધરમપુરમાંથી વહેતી અનેક નદીઓ ઉપર બનેલા લોલેવલ બ્રિજ ઉપરથી નદીના (Heavy rains in Valsad) પાણી ફરી વળતા જીલ્લાના કુલ 77 માર્ગો સતત 8 કલાક માટે બંધ થઈ જવા પામ્યા હતા. કપરાડામાં 24થી 28 રોડ બંધ થયા હતા. જ્યારે ધરમપુરમાં 22 રસ્તા બંધ થઈ ગયા હતા. આમ, વલસાડ જિલ્લામાં વહીવટી (Red alert in Gujarat) તંત્ર એલર્ટને પગલે કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ બન્યું છે.