ETV Bharat / state

વાપીમાં ચોમાસામાં બિસ્માર બનેલા માર્ગોથી વાહનચાલકો પરેશાન - road

ચોમાસામાં બિસ્માર બનેલા માર્ગો હવે વાહનચાલકો માટે વધુ મુશ્કેલી સર્જી રહ્યા છે. સરકારના આદેશ બાદ આ બિસ્માર રસ્તાઓનું પેચવર્ક કરવામાં આવ્યું છે. જે હલકી ગુણવત્તાનું હોવાથી ધૂળની ડમરીઓમાં પરિવર્તિત થઈ વાહનચાલકોને બાબરાભૂત બનાવવા સાથે વાહનોમાં વધુ નુક્સાની નોતરી રહ્યા છે.

valsad
valsad
author img

By

Published : Oct 9, 2020, 12:39 PM IST

વાપીઃ વલસાડ જિલ્લામાં વાહનચાલકો માટે રસ્તાઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ઔદ્યોગિક નગરી વાપી જીઆઇડીસીના રસ્તાઓ, વાપી ટાઉનના રસ્તાઓ, દમણ-સેલવાસ તરફના મુખ્ય માર્ગ, ધરમપુર-નાસિક તરફના ધોરીમાર્ગનું ચોમાસામાં ધોવાણ અને ખાડા પડી ગયા હતાં. જેને લઈ વાહન ચાલકોને પરેશાનીમાંથી રાહત આપવા સરકારના આદેશ મુજબ હાલમાં પેચવર્ક કામગીરી કરવામાં આવી છે. જેમાં વપરાયેલા મટીરીયલ હલકી ગુણવત્તાનું હોય, હવે રસ્તાઓ પર તે ધૂળમાં પરિવર્તિત થઈ ધૂળની ડમરીઓ ઉભી કરી રહ્યું છે.

વાપીમાં ચોમાસામાં બિસ્માર બનેલા માર્ગોથી વાહનચાલકો પરેશાન
વાહનચાલકોના જણાવ્યા મુજબ ઘણીવાર તો અકસ્માત પણ થવાની સંભાવના રહે છે. વાપી પંથકમાં ચોમાસા દરમિયાન પડેલા ખાડાને કારણે વાહન ચાલકો પહેલેથી જ પરેશાન હતા અને હવે આ વાહન ચાલકો માર્ગ પર ઉડતી ધુળની ડમરીઓથી વધુ પરેશાન થઈ રહ્યા છે. સાથે સાથે ગંભીર બિમારીઓના ભોગ બનવાની દહેશત વ્યક્ત કરી રહ્યા છે. રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડી રહી છે. જેને લઈ વાહન ચાલકો કોઈ રણ પ્રદેશમાંથી પસાર થતા હોય તેવો અનુભવ કરી રહ્યા છે. ત્યારે તંત્ર ધૂળિયા રસ્તાઓને ડામર કે સિમેન્ટ કોન્ક્રીટના રસ્તાઓ બનાવવા તાત્કાલિક કામગીરી હાથ ધરે તેવી માંગ વાહનચાલકોમાં ઉઠી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.