ETV Bharat / state

સુવિધાઓની માગ કરતો લેટર હેડ વાયરલ, ભૂલ સમજાતા તબીબે માફી માંગતા મામલો શાંત

author img

By

Published : Apr 22, 2021, 9:27 PM IST

ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે સરીગામ હોસ્પિટલમાં સરકારે ઉભા કરેલા કોવિડ સેન્ટરમાં પૂરતી સુવિધા ન હોવાની વિગતો સાથે વાયરલ થયેલા લેટર મામલે સુખદ અંત આવ્યો છે. રોટરી હોસ્પિટલના લેટર પેડ પર ખૂટતી સુવિધાઓ લખીને તબીબે પોતાના વિભાગમાં રજુઆત કરી હતી. જેને લઈને હોસ્પિટલ દ્વારા તમામ સુવિધા આપ્યા બાદ પણ બદનામી સહન કરવી પડી હતી. જોકે, આ મામલે સુવિધાના અભાવ અંગેની સાચી હકીકતથી તબીબ પોતે વાકેફ થતા પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી.

સુવિધાઓની માગ કરતો લેટર હેડ વાયરલ, ભૂલ સમજાતા તબીબે માફી માંગતા મામલો શાંત
સુવિધાઓની માગ કરતો લેટર હેડ વાયરલ, ભૂલ સમજાતા તબીબે માફી માંગતા મામલો શાંત
  • વાયરલ લેટર રોટરી હોસ્પિટલના લેટરપેડ પર મોકલ્યો
  • તબીબે માફી માંગી લેતા મામલાનો સુખદ અંત
  • રોટરી હોસ્પિટલ સંકુલમાં છે ખાનગી અને સરકારી સેન્ટર

સરીગામ: વલસાડ જિલ્લાના સરીગામ ખાતે રોટરી સરીગામ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે સેન્ટર ઉભું કર્યા બાદ વધુ દર્દીઓને સારવાર મળે તે માટે સરકારે સ્થળ માંગતા હોસ્પિટલમાં સરકારી સુવિધા સાથે કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું હતું. જેમાં પૂરતી વ્યવસ્થા ન હોવાનો તબીબનો લેટર વાયરલ થતા આ મામલે રાજકારણ ગરમાયું હતું. જોકે, હોસ્પિટલની પોતાની સુવિધા અને સરકારી સુવિધા અંગે તબીબને સાચી માહિતી મળતા તેણે આ અંગે ટ્રસ્ટ સમક્ષ માફી માંગતા મામલાનો સુખદ અંત આવ્યો હતો.

સરકાર દ્વારા વ્યવસ્થા ન કરાઈ ત્યાં સુધી હોસ્પિટલે સહકાર આપ્યો

વાયરલ લેટર અંગે મામલો એવો હતો કે, સરીગામ રોટરી હોસ્પિટલે હાલની કોરોના મહામારીને ધ્યાને રાખી પોતાની હોસ્પિટલમાં સરકાર અને આરોગ્ય વિભાગ પાસે કોવિડ સેન્ટરની મંજૂરી મેળવી હતી. જોકે, કેસ સતત વધતા હોવાથી સ્થાનિક ધારાસભ્ય અને પ્રધાને વધુ વ્યવસ્થા ઉભી કરવા માટે કલેક્ટર અને આરોગ્ય વિભાગમાં રજૂઆત કરી હતી.

વાયરલ થયેલો લેટર
વાયરલ થયેલો લેટર

કઈ રીતે વાયરલ થયો લેટર?

રજૂઆત બાદ રોટરી હોસ્પિટલે પોતાના ઉત્તરદાયિત્વ નિભાવવા હોસ્પિટલ સંકુલમાં અલાયદી જગ્યા ફાળવી હતી. જેમાં 50 બેડની સુવિધા, મેડિકલ, ઓક્સિજન, આરોગ્યની તબીબી ટીમ, પેરામીડકલ સ્ટાફની વ્યવસ્થા સરકારે કરવાની હતી. જોકે, સરકાર આ વ્યવસ્થા ઉભી કરે તે દરમ્યાન સરકારી તબીબોને રોટરી હોસ્પિટલે સ્ટેશનરી સહિતની સુવિધા આપી હતી. જેમાં ખૂટતી સુવિધા અંગે તબીબ ગિરીશ પટેલે આરોગ્યના RMO ગ્રુપમાં વિગતો મોકલી હતી. આ વિગતો રોટરી હોસ્પિટલના લેટરપેડ પર મોકલી હતી. જે લેટર વાયરલ થતા મામલો ગરમાયો હતો અને રોટરી હોસ્પિટલને બદનામ થવું પડ્યું હતું.

વાયરલ થયેલો લેટર
વાયરલ થયેલો લેટર

ઓક્સિજન, તબીબી સ્ટાફ, પેરામેડીકલ સ્ટાફ સહિતની તમામ વ્યવસ્થા પૂરતી છે

રોટરી કોવિડ સેન્ટરમાં 14 દર્દીઓ છે. જ્યારે સરકારી કોવિડ સેન્ટરમાં 10 દર્દીઓ છે. જેઓને માટે ઓક્સિજન, તબીબી સ્ટાફ, પેરામેડીકલ સ્ટાફ સહિતની તમામ વ્યવસ્થા પૂરતી છે. કોવિડની ગાઈડલાઈન મુજબ દર્દીઓની સારવાર કરવામાં આવે છે. એક લેટરપેડ પર ખૂટતી સુવિધાની વિગતો લખવી કેટલી ભારે પડી શકે છે તેનો એહસાસ વ્યક્ત કરતા તબીબ ગિરીશ પટેલે ટેલિફોનિક વાતમાં હાલ કોઈ જ ઇશ્યુ ન હોવાનું સ્વીકાર્યું હતું અને પોતે આ વિગતો અન્ય કોઈ કાગળ ઉપલબ્ધ ન હોવાથી હોસ્પિટલના લેટર પેડ પર લખીને તેમના ગ્રુપમાં મોકલી હતી. ત્યાંથી વાયરલ થઈ હોવાનું જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.