ETV Bharat / state

ધરમપુર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખે આપ્યું રાજીનામું, અપક્ષમાંથી લડશે ચૂંટણી - Dharampur Taluka Youth Congress President

ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો તરફથી મહાનગરપાલિકા માટેના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે અને હવે તાલુકા-જિલ્લા પંચાયત અને નગપાલિકાના ઉમેદવારોની યાદી બહાર પડવાની છે. આ અગાઉ જ વલસાડના ધરમપુરમાં રાજકારણ ગરમાયું છે. કારણ કે, ધરમપુર યુથ કોંગ્રેસના પ્રમુખ કલ્પેશ પટેલે 5 ગામના આગેવાનો સાથે ચર્ચા કરીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

ETV BHARAT
ધરમપુર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખે આપ્યું રાજીનામું
author img

By

Published : Feb 7, 2021, 8:49 PM IST

  • યુથ કોંગ્રેસ પ્રમુખ કલ્પેશ પટેલે રાજીનામું આપ્યું
  • ઉમેદવારોના નામ જાહેર થયાં પહેલાં કોંગ્રેસમાંથી વિદાઈ
  • અપક્ષમાથી લડશે ચૂંટણી
    ETV BHARAT
    ધરમપુર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખે આપ્યું રાજીનામું

વલસાડઃ જેમ-જેમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે, તેમ તેમ રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો તરફથી મહાનગરપાલિકા માટેના ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે અને હવે તાલુકા-જિલ્લા પંચાયત અને નગપાલિકાના ઉમેદવારોની યાદી બહાર પડવાની છે. આ અગાઉ વલસાડના ધરમપુર કોંગ્રેસનું રાજકારણ ગરમાયું છે. ધરમપુર યુથ કોંગ્રેસના પ્રમુખ કલ્પેશ પટેલે 5 ગામના આગેવાનો સાથે ચર્ચા કરીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને હવે એ વાતે ચર્ચા પકડી છે કે, કલ્પેશ પટેલ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.

કોંગ્રેસ યુથ પ્રમુખે આપ્યું રાજીનામું

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા પંચાયતની બેઠકના ઉમેદવારો હજુ બન્ને પક્ષમાંથી જાહેર નથી થયા, ત્યારે ધરમપુર તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખને તાલુકાની નાની ઢોલડુંગરી બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે કલ્પેશ પટેલનું નામ ઉમેદવારની સૂચિમાં ન મોકલાવતાં શનિવારે રાત્રે ધરમપુર તાલુકાના યુથ કોંગ્રેસે રાજીનામું આપ્યું હતું.

ETV BHARAT
રાજીનામું

મોડી રાત્રે 5 ગામના અગ્રણી સાથે બેઠક કરી આપ્યું રાજીનામું

રાજીનામું આપ્યા બાદ કલ્પેશ પટેલ આગામી તાલુકા પંચાયતની ચૂંટણીમાં નાની ઢોલડુંગરીની બેઠક ઉપરથી અપક્ષ ઉમેદવારી નોંધાવશે. કલ્પેશના રાજીનામાની ભાજપને કેટલો ફાયદો થશે તે આવનારી ચૂંટણીમાં ઢોલડુંગરીની બેઠક ઉપર જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.