ETV Bharat / state

Valsad News: ધરમપુરમાં 8 કરોડના ખર્ચે બનેલ બ્રિજનું નાણાપ્રધાને કર્યું લોકાર્પણ, 9 ગામોને થશે ફાયદો - 9થી વધુ ગામોના લોકોને ફાયદો

વલસાડના ધરમપુરમાં 8 કરોડના ખર્ચે તૈયાર થયેલ ખડકી ચૌરા બ્રિજનું નાણાપ્રધાન કનુ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેના થકી 9 ગામોના લોકોને અવરજવર માટે ફાયદો થશે.

http://10.10.50.85:6060/reg-lowres/02-April-2023/gj-vld-01-newbridge-opnedbyfinanceminister-avbb-pakage-gj10047_02042023203143_0204f_1680447703_39.jpg

author img

By

Published : Apr 2, 2023, 10:26 PM IST

ધરમપુરમાં 8 કરોડના ખર્ચે બનેલ બ્રિજનું લોકાર્પણ

વલસાડ: ધરમપુર તાલુકાના મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા ખડકી અને ચવરા ગામ વચ્ચે વર્ષો પહેલા નાર નદી ઉપર બનેલો બ્રિજ તૂટી પડ્યો હતો. જે બ્રિજ તૂટી પડવાને કારણે 9થી વધુ ગામોના લોકોને અવરજવર માટે મુશ્કેલી પડી રહી હતી.

8 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ: અંદાજિત રૂપિયા 8 કરોડના ખર્ચે બ્રિજની વહીવટી મંજૂરી મળી ગયા બાદ કામગીરી શરૂ કરાઈ હતી. પરંતુ વચ્ચે કોરોનાકાળ આવવાને કારણે કામગીરી મંથરગતિએ ચાલી રહી હતી. હાલ આ બ્રિજ બનીને તૈયાર થઈ જતા મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતા અને ધરમપુર તાલુકાના બોર્ડરના ગામોને બ્રિજનો આવાગમન માટે સીધો લાભ મળશે.

આ પણ વાંચો: Gandhinagar News : મુખ્યપ્રધાનના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો

ચોમાસા દરમ્યાન પડતી હાલાકી દૂર થશે: આ પ્રસંગે ગુજરાત સરકાર દ્વારા અંતરયાળ વિસ્તારના લોકોને લાભ થાય તેવા હેતુથી આઠ કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. જેનો સીધો લાભ ચોમાસા દરમિયાન લોકોને થશે બ્રિજ ન હોવાને કારણે અગાઉ લોકોને 25 km નો ચકરાવો કાપીને પોતાના ગંતવ્ય સ્થાને જવાની ફરજ પડતી હતી. પરંતુ હવે બ્રિજ બની જવાને કારણે લોકોને આવા ગમન માટે ખૂબ આસાની રહેશે.

9 ગામોના લોકોને અવરજવર માટે ફાયદો
9 ગામોના લોકોને અવરજવર માટે ફાયદો

આ પણ વાંચો: Surat News: વરાછા ખાડીની સફાઇ મુદ્દે ઉગ્ર રજૂઆત, MLA કુમાર કાનાણીની આંદોલન કરવાની ચીમકી

9થી વધુ ગામોના લોકોને ફાયદો: ધરમપુરના ખડકી મધુરી ખપાટિયા તુતરખેડ સાત વાંકલ ખોબા ભૂતરુણ જેવા અનેક ગામોના લોકોને નાર નદી ઉપર બનેલો આ નવો બ્રિજ મહારાષ્ટ્ર ડાંગ નાસિક જેવા વિસ્તારોમાં જવા આવવા માટે ખૂબ સરળ બની રહેશે. મોટાભાગે લોકો પોતાની રોજી રોટી મેળવવા માટે મહારાષ્ટ્ર અને નાસિક તરફ મજૂરી કામ અર્થે જતા હોય છે. જેના કારણે લોકોને આવા ગમન માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો અને જે અંગે અનેક રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારે વર્ષ 2017-18 માં આ બ્રિજ બનાવવા માટે સરકારે વહીવટી મંજૂરી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.