ETV Bharat / state

ધરમપુરના કાળા રામજી મંદિર વિવાદ : પૂજારી આમરણાંત ઉપવાસ પર બેઠા - Dharampur Kala Ramji temple

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા કાળા રામજી મંદિરના પૂજારી છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા મંદિરની બાજુમાં આવેલા ઓરડાના વિવાદને લઈને મંગળવારથી મંદિરની બહાર આમરણાંત ઉપવાસ પર બેઠા છે. પૂજારીના જણાવ્યા મુજબ, જ્યા સુધી સરકારે લીધેલો નિર્ણય પરત નહીં ખેંચાય ત્યાં સુધી તેમને આમરણાંત ઉપવાસ શરૂ રાખશે.

કાળા રામજી મંદિર
કાળા રામજી મંદિર
author img

By

Published : Nov 18, 2020, 1:15 AM IST

વલસાડ : ધરમપુરમાં પ્રાચીન સમયનું કાળા રામજી મંદિર આવેલું છે. આ મંદિર પરિષરમાં આવેલા 4 ઓરડાઓમાં અનેક મહાનુભાવો અને અનેક જાણીતા સાધુ-સંતોએ રોકાણ કરી ચૂક્યા છે. જેમાં ભગવાન સ્વામિનારાયણ, શ્રીમદ રાજચંદ્રજી તેમજ રમુજીલાલ સહિત અનેક સંતો અહીં રોકાણ કર્યું છે. જોકે, આ બાબતને લઈને ધરમપુરમાં સામાજિક કામગીરી કરતી શ્રીમદ રાજચંદ્ર સંસ્થાએ સરકાર પાસે મંદિરની બાજુમાં આવેલા ચાર ઓરડા પૈકી એક ઓરડાની દેખરેખ અને સમારકામ કરવા માટે માગ્યો હતો.

ધરમપુરના કાળા રામજી મંદિર વિવાદ : પૂજારી આમરણાંત ઉપવાસ પર બેઠા

સ્થાનિકો અને મંદિરના મહારાજ દ્વારા વિરોધ

આ બાબતે સ્થાનિકો અને મંદિરના મહારાજે વિરોધ નોંધાવ્યો હતો. તેમ છતાં પણ આ મિલકતના વહીવટદાર એટલે કે ધરમપુરના મામલતદારે શ્રીમદ રાજચંદ્ર સંસ્થાને તેની દેખરેખ રાખવા માટેની પરવાનગી આપી હતી. જે બાબતનો છેલ્લા કેટલાક સમયથી મંદિરના પૂજારી વિરોધ કરી રહ્યા છે અને તેમને આ બાબતે સરકારના વિવિધ ઉચ્ચ ખાતાઓમાં 200થી વધુ અરજીઓ પણ કરી છે.

કાળા રામજી મંદિર
સ્થાનિકો અને મંદિરના મહારાજ દ્વારા વિરોધ

પૂજારીએ સરકારના વિવિધ ખાતાઓમાં 200થી વધુ અરજીઓ

મંદિરના મહારાજનું કહેવું છે કે, જો શ્રીમદ રાજચંદ્ર સંસ્થાને આ ઓરડાઓ આપવામાં આવશે, તો સંસ્થા તેના પર કબ્જો કરી લેશે. જે કારણે મંદિરના પૂજારી આ સમગ્ર બાબતનો વિરોધ કરી રહ્યા છે. આ નિર્ણય રદ્દ કરવા માટે ઉચ્ચસ્તરે અનેક જગ્યાએ રજૂઆત પણ કરવામાં આવી છે. જેમાં મુખ્યપ્રધાનથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી લેખિત ફરિયાદ પણ કરવામાં આવી છે, પરંતુ આજદિન સુધી આ બાબતે કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. જે કારણે કાળા રામજી મંદિરના પૂજારીએ આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે.

મહારાજ સાથે જોડાઈ ન શકતા લોકો સહી કરી આપી રહ્યા છે સહયોગ

કાળા રામજી મંદિરના પૂજારી જયદીપભાઈએ મંગળવાર વહેલી સવારથી મંદિરના દરવાજા પાસે આગળ એક બેનર લગાવી પોતે ત્યાં જ બાંકડા પર ઉપવાસ બેઠા છે. તેમને બાજુમાં એક સાઈનબોર્ડ પણ મૂક્યું છે. જ્યાં તેમના સમર્થકો આ બોર્ડ પર તેમના સમર્થનમાં સહી કરી પોતાનો સહયોગ આપી શકે છે. હાલ આ બોર્ડ પર અત્યાર સુધીમાં 10થી વધુ લોકોએ સહી કરી છે.

મામલતદારે 10 દિવસમાં ઓરડો ખાલી કરવા મોકલી નોટિસ

લેખિત અને મૌખિક અનેક જગ્યાએ રજૂઆત કરનારા મંદિરના મહારાજને કોઈ વિભાગ તરફથી પ્રત્યુતર મળ્યો નથી, પણ ઉલટાનું મંદિરના મહારાજને મામલતદાર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. વર્ષોથી જેઓ એક રૂમમાં વસવાટ કરે છે, એ રૂમને 10 દિવસમાં ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. જે કારણે મહારાજ પણ મૂંઝવણમાં મુકાઇ ગયા છે. આ અંતર્ગત તેમને મંગળવારથી આમરણાંત ઉપવાસ પર બેઠા છે.

મામલતદારે સમગ્ર બાબતે મૌન સાધ્યું

આ સમગ્ર બાબતે જ્યારે ETV BHARAT દ્વારા ધરમપુર મામલતદારનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમને આ સમગ્ર બાબતે કંઇ પણ બોલવાનું ટાળ્યું હતું. તેમજ તેમને કેમેરા સમક્ષ આવવાનો પણ ઇન્કાર કરી દીધો હતો.

શું છે કાળા રામજી મંદિરનો વિવાદ?

12 ફેબ્રુઆરી, 2020 - ધરમપુર ખાતે રાજા રજવાડા સમયના અનેક મંદિરો આવેલા છે. આ મંદિરો કેટલાક જર્જરિત હાલતમાં છે, તો કેટલાકને સ્થાનિકોના સહયોગથી ફરીથી દૂર કરવામાં આવ્યા છે. ધરમપુરમાં વર્ષો જૂના કાળા રામજી મંદિર નજીક આવેલા બે ઓરડા જે વર્ષો પહેલા રાજાએ ધાર્મિક કામગીરી માટે આપ્યા હતા.

આ બન્ને રૂમોમાં અનેક આધ્યાત્મિક ગુરૂઓ આવીને વસવાટ કર્યો હોવાનું માનવામાં આવે છે. જેમાં ભગવાન સ્વામિનારાયણથી લઈ અવધૂત મહારાજ અને અન્ય જાણીતા સંતો પણ અહીં રાતવાસો કરી ગયા હોવાના પુરાવા અનેક ગ્રંથોમાં નોંધાયા છે. વર્ષોથી બંધ પડેલી રહેલી જર્જરીત બનેલી આ બંને રૂમો જેનો સીટી સર્વે નંબર 1643, અને 1644/અ છે. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ દ્વારા સમારકામ અને દેખરેખ માટે સરકાર પાસેથી તારીખ 28-1-2020 માંગવામાં આવી હતી. જેને સરકારે પરિપત્ર તારીખ 29-1-2020 જાહેર કરીને સમારકામ અને દેખરેખ માટે કાયદાકીય રીતે આપી છે.

શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં સંચાલકો દ્વારા આ રૂમ દેખરેખ અને નિભાવણી માટે કબ્જે લેવાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. જે કારણે સ્થાનિકોએ આ સમગ્ર બાબતનો વિરોધ કરતા મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે, 20 વર્ષથી ખાલી અને બંધ પડેલી આ રૂમમાં વર્ષ 1900ના સમયમાં સતત 30 દિવસ સુધી અહીં શ્રીમદ રાજચંદ્રએ નિવાસ કર્યો હતો. જેને અનુલક્ષીને તેમની કૃતિઓ અહીં રૂમમાં સચવાયેલી છે. આ રૂમની દેખરેખ માટે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ તરફથી 20 વર્ષથી આ બંધ રૂમનું સમારકામ અને દેખરેખ માટે સરકારને પત્ર લખીને માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને સરકારે શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સત્સંગ સાધના કેન્દ્રને કાયદેસર રીતે પરિપત્ર જાહેર કરીને સુપરત કરી છે.

હાલમાં આ બન્ને રૂમોમાં CCTV કેમેરા તેમજ શ્રીમદ રાજચંદ્રની પ્રતિમા મૂકવામાં આવી છે. જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર બાબતે સ્થાનિકોએ આવેદનપત્ર આપી પરિપત્રમાં લખવામાં આવેલી શરતોનો ભંગ થયો હોવાનું જણાવી રહ્યા છે.

ધરમપુરના કાલારામ મંદિર વિવાદ બાબતે નગરજનોએ કલેક્ટરને આવેદન પાઠવ્યું

27 ફેબ્રુઆરી, 2020 - ધરમપુરમાં આવેલા કાળા રામજી મંદિરની બાજુમાં આવેલી બે જર્જરિત વર્ષો જૂના રૂમ જ્યાં અનેક સંતો રાતવાસો કરીને ગયા હોય અને તેમના પવિત્ર પગલાના રૂમમાં હોય શ્રીમદ રાજચંદ્ર આશ્રમ દ્વારા આ બંને રૂમો સરકાર પાસેથી દેખરેખ અને સમારકામ માટે માંગવામાં આવ્યા છે અને આ બંને રૂમો કબ્જે લેતા સ્થાનિકોમાં વિરોધ જોવા મળ્યો છે અને સ્થાનિકોએ આ સમગ્ર બાબતે મામલતદારને આવેદનપત્ર પાઠવી શરત ભંગ અંગે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જોકે, તેમ છતાં કોઈ કાર્યવાહી નહીં થતા ધરમપુરના નગરજનો દ્વારા વલસાડ નાયબ કલેકટરને આવેદન પત્ર પાઠવી શરત ભંગ અંગે કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.