મહેસાણાઃ કહિપુર ગામે શૈક્ષણિક ભવન લોકાર્પણ અને નામકરણ સમારોહ યોજાયો હતો. રૂપિયા.05 કરોડના ખર્ચે અધતન શૈક્ષણિક ભવનનું લોકાર્પણ કરાયું હતુ. રાષ્ટ્ર નિર્માણ માટે બાળકોમાં શિક્ષણ,સંસ્કાર,ચારિત્ર્ય સાથે રાષ્ટ્રભક્તિની ભાવના ઉજાગર કરવી જરૂરી બને છે, ત્યારે વડનગર તાલુકાના કહિપુર ગામે કર્મ એજ ધર્મને સાચા અર્થમાં સાર્થક કરી અમેરિકા સ્થિત સફળ ઉધોગપતિ અને નવનિર્મિત શૈક્ષણિક ભવનના દાતા છોટાલાલ પટેલે પોતાના ગામમાં જ પ્રાથમિક શાળાનું 5 કરોડના ખર્ચે નિર્માણ કરાવ્યું હતુ.
નાયબ.મુખ્ય પ્રધાન નીતિન પટેલની હાજરીમાં લોકાર્પણ અને નામકરણ કરાયું હતું આ પ્રસંગે નાયબ મુખ્ય પ્રધાન ગામને જોડતા રસ્તા માટે રૂપિયા 1 કરોડના અનુંદાનની જાહેરાત કરી હતી.