ETV Bharat / state

વાપીમાં શિક્ષણ સંઘની જૂની પડતર માંગણીઓને લઈને કરાયું ધરણા પ્રદર્શન - વાપીમાં શિક્ષણ

વાપીઃ વાપી તાલુકાના પ્રાથમીક શિક્ષણ સંઘ દ્વારા જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા માટે અને નવી શિક્ષણ નીતિમાં પ્રાથમિક શિક્ષણને શુદ્ધિકરણ કરવા તથા અન્ય પડતર પ્રશ્નને અંગે ગુુુરુવારે મામલતદાર કચેરી સામે એક દિવસના ધરણા પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 90થી વધુ શિક્ષકો જોડાયા હતા.

valsad
વાપી
author img

By

Published : Nov 29, 2019, 2:24 AM IST

વાપીમાં પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકોએ મામલતદાર કચેરીએ ધરણા પ્રદર્શન યોજી મામલતદારને આવેદનપત્ર આપી તેમની માંગ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તે અંગે રાજ્ય સરકારને તથા શિક્ષણ વિભાગને મોકલવા અંગેનો અનુરોધ કરવામાં આવ્યો હતો. પ્રાથમીક શિક્ષણ સંઘના પ્રમુખ ચેતનકુમાર રમેશભાઈ પટેલ અને મહામંત્રી યતીન કુમાર પટેલની આગેવાનીમાં વાપી તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાના 90 જેટલા શિક્ષકો સાથે વાપીના બલીઠા ખાતે આવેલી મામલતદાર કચેરીએ શિક્ષકો એક દિવસ પ્રતિક ઉપવાસ પર બેઠા હતા.

શિક્ષકો તેમની જૂની પડતર માંગો તથા તેમજ રાજ્ય સરકારની નવી શિક્ષણ નીતિમાં પ્રાથમિક શિક્ષણને શુદ્ધિકરણ કરવા તથા અન્ય જુના પ્રશ્નો તથા 2006થી બંધ કરી દેવામાં આવેલી જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવા માટેની માંગ સાથે એક દિવસના ભૂખ હડતાલ પર ઉતર્યા હતા. ત્યારબાદ પ્રમુખ ચેતન રમેશભાઈ પટેલની આગેવાનીમાં વાપીના મામલતદારને આવેદનપત્ર આપી તેમની માંગ પૂર્ણ કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી.

શિક્ષક સંઘે જ્યાં સુધી તેમની જૂની પડતર માંગણીઓ પૂર્ણ નહીં કરવામાં આવે ત્યાં સુધી ભૂખ હડતાલ અને ધરણા પ્રદર્શન કાર્યક્રમ કરવાની ચિમકી ઉચ્ચારી છે. આ સાથે 14 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન જિલ્લા કક્ષાએ ભૂખ હડતાલનો કાર્યક્રમ અને આવેદનપત્ર આપવાની કાર્યવાહી કરવામાં આવશે. જો છતા પણ કોઈ નિવારણ નહીં આવે તો ત્યારબાદ રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે પણ કાર્યક્રમ કરવાનું શિક્ષકોએ જણાવ્યું હતું.

Intro:લોકેશન :- વાપી

વાપી :- વાપી તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા માટે અને નવી શિક્ષણ નીતિમાં પ્રાથમિક શિક્ષણને શુદ્ધિકરણ કરવા તથા અન્ય પડતર પ્રશ્નને અંગે ગુુુરુવારે વાપી મામલતદાર કચેરી સામે એક દિવસના ધરણા પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં 90થી વધુ શિક્ષકો જોડાયા હતા. Body:વાપીમાં પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકોએ મામલતદાર કચેરી પ્રાગણમાં ધરણા પ્રદર્શન યોજી વાપીના મામલતદારને આવેદનપત્ર આપી તેમની માંગ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તે અંગે રાજ્ય સરકારને તથા શિક્ષણ વિભાગને મોકલવા અંગેનો અનુરોધ કરવામાં આવ્યો હતો. 

વાપી તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ચેતનકુમાર રમેશભાઈ પટેલ અને મહામંત્રી યતીન કુમારની પટેલની આગેવાનીમાં વાપી તાલુકામાં આવેલ પ્રાથમિક શાળાના 90 જેટલા શિક્ષકો સાથે વાપીના બલીઠા ખાતે આવેલ મામલતદાર કચેરીના પ્રાંગણમાં એક દિવસના પ્રતિક ઉપવાસ પર શિક્ષકો બેઠા હતા. 

તેમણે તેઓની જૂની પડતર માંગો તથા તેમજ રાજ્ય સરકારની નવી શિક્ષણ નીતિમાં પ્રાથમિક શિક્ષણને શુદ્ધિકરણ કરવા તથા અન્ય જુના પ્રશ્નો તથા 2006થી બંધ કરી દેવામાં આવેલી જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવા માટેની માંગ સાથે એક દિવસના ભૂખ હડતાલ પર ઉતર્યા હતા. ત્યારબાદ પ્રમુખ ચેતન રમેશભાઈ પટેલની આગેવાનીમાં વાપીના મામલતદારને આવેદનપત્ર આપી તેમની માંગ પૂર્ણ કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી.  

Conclusion:શિક્ષક સંઘે જ્યાં સુધી તેમની જૂની પડતર માંગણીઓ પૂર્ણ નહીં કરવામાં આવે ત્યાં સુધી ભૂખ હડતાલ અને ધરણા પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવશે સાથે 14 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન જીલ્લા કક્ષાએ ભૂખ હડતાલનો કાર્યક્રમ અને આવેદનપત્ર આપવાની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદ રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે પણ કાર્યક્રમ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.