ETV Bharat / state

વલસાડ નજીક ટ્રેનની અડફેટે ચડતા રાષ્ટ્રીય પક્ષી મોરનું કરુણ મોત, સન્માનપૂર્વક અંતિમવિધિ કરાઈ

વલસાડ-ડુંગરી રેલવે ટ્રેક વચ્ચે આજે મંગળવારે વહેલી સવારે પસાર થઈ રહેલી ઓગસ્ટ ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે રાષ્ટ્રીય પક્ષી મોર આવી જતા તેનું મોત થયું હતું. જોકે, આ અંગે રેલવે વિભાગ દ્વારા જંગલ વિભાગને જાણ કરવામાં આવતા તેની સન્માનપૂર્વક અંતિમવિધિ કરવા મૃતક મોરનો કબજો મેળવી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

વલસાડ નજીક ટ્રેનની અડફેટે ચડતા રાષ્ટ્રીય પક્ષી મોરનું કરુણ મોત

author img

By

Published : Mar 30, 2021, 11:36 AM IST

  • ઓગસ્ટ ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતા રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત
  • ટ્રેનના એન્જિનના આગળના ભાગમાં કપલીનમાં આવી જતા મોત
  • રેલવે તંત્ર દ્વારા સમગ્ર બાબતની જાણ જંગલ વિભાગની કરવામાં આવી

વલસાડ: આજે મંગળવારે વહેલી સવારે પસાર થઈ રહેલી ઓગસ્ટ ક્રાંતિ એક્સપ્રેસ ટ્રેનના આગળના ભાગે મોર આવતા ટ્રેનનાં એન્જિનના આગળના ભાગે કપલીનમાં ફસાઈ ગયો હતો. જેને પગલે તેનું કરૂણ મોત થયું હતું. આ ઘટનાની જાણકારી એન્જિનિયર ડ્રાઇવરે રેલવે સ્ટેશન મેનેજરને કરી હતી. જે બાદ, આ સમગ્ર બાબતની જાણકારી જંગલ વિભાગને આપવામાં આવી હતી.

આ પણ વાંચો: બર્ડ ફ્લૂના ભય વચ્ચે અમદાવાદમાં 2 દિવસમાં 190 પક્ષીના મોત

મૃતક મોરનો કબજો જંગલ વિભાગને સોંપવામાં આવ્યો

રાષ્ટ્રીય પક્ષી તરીકેનું બિરુદ ધરાવનાર મોરનું મોત થતા તેની સન્માનપૂર્વક અંતિમવિધિ કરવા માટે સમગ્ર બાબત અંગે જંગલ વિભાગને જાણકારી આપવામાં આવી હતી. જે બાદ, જંગલ વિભાગની ટીમ વલસાડ રેલવે સ્ટેશન ઉપર પહોંચી હતી અને તેનો કબજો મેળવ્યો હતો. ત્યારબાદ, યોગ્ય સન્માન સાથે મોરની અંતિમ વિધિ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: રાજકોટમાં 6 જેટલા વિદેશી પક્ષીના મોત, બર્ડ ફ્લૂની આશંકા

રાષ્ટ્રીય પક્ષીને મારવું કે તેને પકડવો એ ગુનો બને છે

રાષ્ટ્રીય પક્ષી તરીકેનું બિરુદ ધરાવનાર મોરની હત્યા કરવી કે તેને પકડવો અથવા તો તેને પિંજરામાં પુરી રાખવો એ જંગલ વિભાગના જણાવ્યા મુજબ ગુનો બને છે. આવું કરનાર સામે કાર્યવાહી પણ થઈ શકે છે. આથી, મોરને ખૂબ જ સન્માન સાથે રાખવામાં આવે છે અને તેના મોત બાદ પણ તેની અંતિમવિધિ ખૂબ જ સન્માનપૂર્વક કરાય છે. આ તકે પણ મૃતક મોરની અંતિમ વિધિ જંગલ વિભાગ દ્વારા સન્માન પૂર્વક કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.