વલસાડ : જિલ્લાના બલિઠા ગામને જોડતી દમણ સરહદને બલિઠા ગ્રામ પંચાયતે સીલ કરી દીધી છે. આ અંગે બલિઠા ગામના સરપંચ મનીષ પટેલ અને વાપી તાલુકાના કારોબારી અધ્યક્ષ કેતન પટેલે જણાવ્યું હતું કે, એક તરફ બલિઠા ગામમા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા બાદ ક્લસ્ટર કન્ટેઇનમેટ અને બફર ઝોન જાહેર કરવામાં આવ્યો છે. એવામાં દમણમાં જતા અને આવતા મુંબઈ-કર્ણાટકના ટ્રક જેવા ભારે વાહનો બલિઠા ગામની હદમાંથી પ્રવેશ મેળવે છે.
દમણ પ્રશાસનની બેવડી નીતિ સામે વલસાડની બલિઠા ગ્રામ પંચાયતે દમણ-બલિઠા બોર્ડર કરી સીલ
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના બલિઠા ગામ અને દમણને જોડતી સરહદને બલિઠા ગ્રામપંચાયતે સીલ કરી દીધી છે. દમણ પ્રશાસન દ્વારા ગુજરાતના લોકોને પ્રવેશ આપવામાં આવતો નથી. ઉદ્યોગોમાં આવતી ટ્રકના ડ્રાઈવરને ને જ એન્ટ્રી આપવામાં આવે છે. ક્લીનરને બલિઠા ગામમાં જ રહેવું પડે છે. આ કોરોના સંક્રમણની દહેશત હેઠળ પંચાયતે વલસાડ કલેકટર સાથે આ અંગે રજૂઆત કરી હતી. જે બાદ આ બોર્ડરને સીલ કરી દીધી છે.
દમણ-બલિઠા બોર્ડર કરી સીલ