વલસાડ: વાવાઝોડાના વાવડ મળતાની સાથે જ વલસાડ તંત્રએ તૈયારી આદરી દીધી છે. લોકોને કોઈ સમસ્યા ના થાય તે માટે સતત તંત્ર દ્વારા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વલસાડનું વહીવટી તંત્ર વાવાઝોડાને પગલે સજ્જ બન્યું છે. વલસાડ ડિઝાસ્ટર મામલતદારના જણાવ્યા અનુસાર વલસાડમાં વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે. તેમજ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કાંઠા વિસ્તારના ગામોમાં લોકોને સતત રહેવા સૂચન કરવામાં આવ્યું છે. તો સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામા આવી છે.
કેચરી ન છોડવી: વાવાઝોડાને પગલે સરકારી અધિકારીઓને આગળની કોઈ સૂચના ન આવે ત્યાં સુધી હેડ કોટર ન છોડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. સાથે જ વલસાડના દરિયા કિનારે વિસ્તારમાં આવતા 28 જેટલા ગામોના લોકોને સતત કરવામાં આવ્યા છે. સહેલાણીઓ માટે તિથલ બીચ બંધ કરવામાં આવ્યો છે. બીપોરજોય નામનું વાવાઝોડું એ આજે પોતાનો માર્ગ બદલી ઓખા તરફ ફંટાયું છે. જેને પગલે વહીવટી તંત્ર વધુ એલર્ટ બન્યું છે.
બીચ બંધ કરવામાં આવ્યો: અરબી સમુદ્રમાંથી પસાર થનારા આ વાવાઝોડા ની અસર દક્ષિણ ગુજરાતને પણ થશે. જેમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. જેને પગલે તકેદારીના ભાગરૂપે શનિ રવિની રજામાં મોટી સંખ્યામાં વલસાડમાં જાણીતા તિથલ દરિયાકાંઠે લોકો ઉંટી પડતા હોય છે. ત્યારે કોઈ અનાજની ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા શહેરાણીઓ માટે તારીખ 14 સુધી તિથલ બીચ બંધ કરવામાં આવ્યો છે. ગાંધીનગર થી NDRF ની એક ટીમ વલસાડ પહોંચશે તેવી માહિતી પણ મળી રહી છે.
"વાવાઝોડામાં તકેદારીના ભાગરૂપે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ હોવાનું જણાવ્યું છે. તો સાથે જ ગાંધીનગર થી આજે સવારે સાત વાગે એક એનડીઆરએફની ટુકડી વલસાડ આવવા માટે રવાના થઈ છે. જે સાંજ સુધી વલસાડ પહોંચી જશે આગામી સૂચના મળે નહીં ત્યાં સુધી હાલ વહીવટી તંત્ર સતર્ક છે."-- ક્ષિપ્રા આગરે (વલસાડ જિલ્લા કલેકટર)
પવનની ગતિમાં વધારો: વાવાઝોડાની આગાહીને પગલે વહીવટી તંત્ર સતત બન્યું છે. ત્યારે તિથલના દરિયાકાંઠે દરિયાના મોજા ઊંચા ઉછળી રહ્યા છે. તો બીજી તરફ પવનની ગતિમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. જેમ જેમ વાવાઝોડું આગળ વધશે તેમ તેમ પવનની ગતિ વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. લોકોને કહેવામાં આવી રહ્યું છે હાલના સમયમાં કોઇ દરિયાની મુલાકાત ના લે. જેના કારણે કોઇ પણ દુર્ઘટના ના ઘટે.