વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં રહેતા અનેક આદિવાસી સમાજના લોકોએ દિવાળીના તહેવાર નિમિત્તે પોતાના ઘરે પરત ફર્યા હતા. તેમના પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી હતી તો દિવાળીના દિવસે તેમજ નવા વર્ષના દિવસે અનેક મુખ્ય બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. લોકોએ નવા કપડા સહિત અનેક ખરીદારી કરી આદિવાસી વિસ્તારમાં દિવાળી દરમિયાન ભરાતા હાટ બજાર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું.
એમાં પણ ધરમપુરના દરબાર કમ્પાઉન્ડમાં ભરાતો હાટ બજાર એ સૌથી મોટી હાટ બજાર છે. જેમાં કપડા સહિતની અનેક ઘરવખરીની ચીજોની ખરીદી કરવા માટે નવા વર્ષના દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી.