ETV Bharat / bharat

PM મોદી બ્રાઝિલમાં યોજાનાર G-20 સમિટમાં જોડાશે, આ દરમિયાન 3 દેશોની મુલાકાત લેશે - G20 SUMMIT

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 થી 21 નવેમ્બર દરમિયાન ત્રણ દેશોની મુલાકાત લેશે. તેમની મુલાકાતના ભાગ રૂપે PM બ્રાઝિલમાં G-20 સમિટમાં ભાગ લેશે.

PM મોદી બ્રાઝિલમાં યોજાનાર G-20 સમિટમાં જોડાશે
PM મોદી બ્રાઝિલમાં યોજાનાર G-20 સમિટમાં જોડાશે (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 12, 2024, 10:55 PM IST

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 નવેમ્બરથી 21 નવેમ્બર સુધી ત્રણ દેશોના પ્રવાસે જવાના છે. પ્રવાસ દરમિયાન પીએમ મોદી નાઈજીરિયા, બ્રાઝિલ અને ગયાના જશે. આ દરમિયાન પીએમ G-20 સમિટમાં ભાગ લેવા માટે બ્રાઝિલ પણ જશે. વિદેશ મંત્રાલયે મંગળવારે આ કાર્યક્રમ અંગેની જાણકારી આપી હતી. આ ઉપરાંત પીએમ મોદી G-20 સમિટ દરમિયાન ઘણા નેતાઓને મળવાના છે.

વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા દ્વારા આયોજિત G-20 સમિટમાં ભાગ લેવા માટે 18 થી 19 નવેમ્બર દરમિયાન રિયો ડી જાનેરો જશે. મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારત બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાની સાથે G-20 ટ્રાયમવિરેટનો ભાગ છે અને ચાલુ G-20 સમિટ ચર્ચામાં સક્રિયપણે યોગદાન આપી રહ્યું છે.

વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી વૈશ્વિક મહત્વના વિવિધ મુદ્દાઓ પર ભારતની સ્થિતિ રજૂ કરશે અને G-20 નવી દિલ્હીના નેતાઓની ઘોષણા અને ભારત દ્વારા આયોજિત ગ્લોબલ સાઉથ સમિટનો અવાજ રજૂ કરશે. આ ઉપરાંત તેઓ છેલ્લા બે વર્ષમાં થયેલ પરિણામોની ચર્ચા પણ કરશે.

બીજી તરફ નાઈજીરીયાના રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુના આમંત્રણ પર વડાપ્રધાન મોદી 16 થી 17 નવેમ્બર સુધી નાઈજીરીયાની મુલાકાત લેશે. નિવેદન અનુસાર, 17 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની નાઈજીરિયાની આ પ્રથમ મુલાકાત હશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મુલાકાત દરમિયાન, વડા પ્રધાન ભારત અને નાઇજીરિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરવા માટે વાતચીત કરશે અને દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટે વધુ તકો પર ચર્ચા કરશે.

આ કાર્યક્રમમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઈરફાન અલીના આમંત્રણ પર 19 થી 21 નવેમ્બર સુધી ગુયાનાની મુલાકાત પણ કરશે. ગયાનાની આ મુલાકાત 1968 પછી ભારતીય વડાપ્રધાનની પ્રથમ મુલાકાત હશે.

આ પણ વાંચો:

  1. વિકસિત ભારતનું સપનું સાકાર કરવા માટે યુવાઓને પ્રોત્સાહિત કરવાની જરૂર: PM મોદી
  2. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024: રેલીઓનો દિવસ, પીએમ મોદી, શાહ અને રાહુલનો તોફાની કાર્યક્રમ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.