ETV Bharat / state

ભાવનગર: DAP ખાતરની અછત સર્જાતા ખેડૂત સંગઠનોએ ઉચ્ચારી ચીમકી, તંત્રએ વિકલ્પ આપવા છતાં DAPની માંગ કેમ?

ખેતી નિયામક DAP માટે વિકલ્પ દર્શાવી દીધા છે. સવાલ એ છે કે, વિકલ્પ હોવા છતાં DAP ખેડૂતને પ્રિય કેમ? તેના પાછળનું કારણ શું છે? જાણો...

વિકલ્પ હોવા છતાં DAP ખેડૂતને પ્રિય કેમ અને તેના પાછળનું કારણ શું છે?
વિકલ્પ હોવા છતાં DAP ખેડૂતને પ્રિય કેમ અને તેના પાછળનું કારણ શું છે? (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 12, 2024, 10:16 PM IST

ભાવનગર: જિલ્લામાં DAP ની અછત ઉભી થતા ખેડૂત કલ્યાણ સંગઠને ક્રાંતિની ચીમખી આપી છે. ખેડૂતો DAP પાયાનું ખાતર માને છે, ત્યારે શિયાળુ પાક લેવા DAP ખાતર ઉપલબ્ધ નહીં હોવાથી ખેડૂતની આ ચિંતા ખેડૂત કલ્યાણ સંગઠને વ્યક્ત કરી ચીમકી ઉચ્ચારી છે. આ દરમિયાન ખેતી નિયામક DAP માટે વિકલ્પ દર્શાવી દીધા છે. જો કે સવાલ એ છે કે, વિકલ્પ હોવા છતાં DAP ખેડૂતને પ્રિય કેમ અને તેના પાછળનું કારણ શું છે? જાણો...

ભાવનગર જિલ્લામાં DAP ખાતારને લઈને ખેડૂત કલ્યાણ સંગઠન આકરા પાણીએ થયું છે. અહીં DAPના ડખ્ખાથી ખેડૂતોને શિયાળુ પાકમાં કેવા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડશે તે જાણવા ETV BHARAT એ ખેતી નિયામક સાથે વાતચીત કરી હતી. ખેડૂત કલ્યાણ સંગઠનની ચીમકી અને અધિકારીનો જવાબ શું છે? જાણો.

ખેડૂતો DAPનો આગ્રહ એટલે રાખે છે કે કારણ કે તેને પાયાનું ખાતર કહેવામાં આવે છે (Etv Bharat Gujarat)

ખેડૂત ક્યાં સંગઠને DAPને પગલે કર્યા પ્રહાર: ભાવનગર જિલ્લામાં DAP ખાતરને પગલે ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ વાળાએ જણાવ્યું હતું કે, "અત્યારે ખેડૂતોને શિયાળુ પાક, ઘઉં, બાજરી, ચણા વગેરે વાવવાના હોવાથી ખેડૂતોને DAP ખાતરની ખૂબ જરૂર પડે છે. જોકે અત્યારે DAP ખાતર ક્યાંય મળતું નથી. ભાવનગર જિલ્લામાં કોઈપણ ખેડૂતને માત્ર પાંચ થેલી આપવામાં આવી રહી છે. અત્યારે ખેડૂતોને નેનો DAP લઇ જાવ કે પછી અમુક પ્રકારની દવા લઈ જવાનો સરકાર લોલીપોપ આપ્યા કરે છે. જો બે દિવસમાં DAP ખાતર નહી આવે તો આંદોલન થઈ શકે છે."

વિકલ્પ હોવા છતાં DAP ખેડૂતને પ્રિય કેમ અને તેના પાછળનું કારણ શું છે?
વિકલ્પ હોવા છતાં DAP ખેડૂતને પ્રિય કેમ અને તેના પાછળનું કારણ શું છે? (Etv Bharat Gujarat)

DAP ની અવેજીમાં ખાતર ઉપલબ્ધ: ભાવનગર જિલ્લાના ખેતી નિયામક એસ.બી. વાઘમસીએ જણાવ્યું હતું કે, "ભાવનગરમાં જોઈએ તો 1 લાખ હેકટર રવિ પાકોનું વાવેતર થતું હોય છે. હવે હાલ રવિ ઋતુ ચાલુ થયું હોવાથી આપણે જે પાયાના ખાતરો કહીએ તો એમાં DAP, NPK ફર્ટીલાઇઝર, SSP જેવા ખતરોનો સમાવેશ થાય છે. હાલ તો DAPની અવેજીમાં NPK ફર્ટિલાઈઝર એટલે કે નર્મદા ફોર્સ, APS જેવા જીએસએફસી આવે છે. તેમજ અન્ય કંપનીઓનું 102626, ઇકોનો 123216 આવે છે, આ તમામ જથ્થો જિલ્લામાં પૂરતો ઉપલબ્ધ છે. એટલે જ્યાં પણ DAP ઉપલબ્ધ ન થતું હોય ત્યાં NPK ફર્ટીલાઈઝર પણ તેની અવેજીમાં વાપરી શકીએ છીએ."

ખેડૂત સંગઠનની ચીમકી
ખેડૂત સંગઠનની ચીમકી (Etv Bharat Gujarat)

DAPની અવેજીમાં કેટલું ખાતર ઉપલબ્ધ: એસ.બી. વાઘમસીએ વધુમાં જણાવ્યું હતું કે, "જિલ્લામાં SSPનો પણ પૂરતો જથ્થો હાલ ઉપલબ્ધ છે અને હજુ સપ્લાય પ્લાન મુજબ અવિરત રવિ ઋતુ દરમિયાન જિલ્લાના આ ફર્ટિલાઇઝર ઉપલબ્ધ થવાનો છે. હાલ જિલ્લામાં જો જરૂરિયાત હોય તો NPK ફર્ટિલાઈઝર 5700 મેટ્રેક્ટરની જગ્યાએ જિલ્લામાં 11000 ઉપલબ્ધ છે. તેમજ હાલ 7500 મેટ્રિક ટન જેટલું આપણા જિલ્લામાં ઉપલબ્ધ છે. જિલ્લામાં હાલ SSP, 2390 મેટ્રિક ટન આજની તારીખે આપણી પાસે ઉપલબ્ધ છે. આ સાથે સાથે યુરિયાનો જથ્થો કે જેની જરૂર 10,000 મેટ્રિક ટન જ છે તેની સામે 17000 મેટ્રિક ટન જથ્થો જિલ્લામાં ઉપલબ્ધ હતો અને હાલ 14000 મેટ્રિક ટન યુરિયાનો જથ્થો ઉપલબ્ધ છે."

તંત્ર દ્વારા વિકલ્પની સુવિધા પણ ખેડૂતને કેમ DAP જ પ્રીય
તંત્ર દ્વારા વિકલ્પની સુવિધા પણ ખેડૂતને કેમ DAP જ પ્રીય (Etv Bharat Gujarat)

સરકારી બાબુઓનો પણ આગ્રહ અવેજીમાં બીજુ ખાતર વાપરો: એસ.બી. વાઘમસીએ જણાવ્યું હતું કે, "આમ ક્યારેક ડીએપી ફક્ત નહીં જોતા 123216, 102626 અથવા તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ તત્વ પૂરું જે પાડતા હોય અથવા તો પોટાશ પૂરું પાડતા હોય એવા ખાતરોનો પણ વપરાશ કરી આપણે ડીએપી ન મળતું હોય તો એમની અવેજીમાં અન્ય ખાતરો પણ વાપરી શકીએ છીએ. સરકારનો એવો હેતુ છે કે, તમામ પ્રકારના ખાતરો સપ્લાય પ્લાન મુજબ દરેક જિલ્લામાં પુરા મળે અને તે મુજબ ભાવનગરમાં પણ આ જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે. જો DAPની વાત કરી તો જેટલો જથ્થો જિલ્લામાં હોવો જોઈએ તે લેવલ પ્રમાણે પૂરો પાડવામાં આવી રહ્યો છે. જોકે દરેક જિલ્લા તેમજ રાજ્યમાં તેનું લેવલ અલગ અલગ હોય છે."

DAP ની અવેજીમાં ખેડૂતને બીજુ ખાતર કેમ ગ્રાહ્ય નથી: ખેતી નિયામક સાથે મૌખિક વાત દરમિયાન જાણવા મળ્યું હતું કે, ખેડૂતો DAPનો આગ્રહ એટલે રાખે છે કે કારણ કે તેને પાયાનું ખાતર કહેવામાં આવે છે. DAPમાં 18 % નાઇટ્રોજન અને 46 % ફોસ્ફરસ આવેલું છે. જ્યારે અન્ય NPK 123216 માં 16 % ફોસ્ફરસ, NPK 102626 માં 10 % ફોસ્ફરસ અને 20200 NPKમાં 20 % જ ફોસ્ફરસ હોય છે. ફોસ્ફરસ મુખ્ય તત્વ હોવાથી ખેડૂતો DAPનો આગ્રહ વધુ રાખે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આવનાર વર્ષમાં DAP મળવાની શક્યતો ઓછી રહેશે. ખાનગી કંપનીઓએના આધારે ખરીદી શકય દેખાતી નથી. આમ, સરકારના વલણ ઉપર વધારે આધાર રહેશે.

આ પણ વાંચો:

  1. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રિક્ષાચાલકોને પ્રવેશવા ન દેવાતા હોવાનો આક્ષેપ, રીક્ષાચાલકો ધારાસભ્ય ચૈતર વસાવા પાસે પહોંચ્યા
  2. અમરેલી: લોકોને વ્યાજખોરોના ચુંગાલમાં ફસાતા અટકાવવા પોલીસે કર્યું લોન મેળાનું આયોજન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.