ETV Bharat / state

વલસાડ: 24 કલાકમાં નોંધાયા કોરોનાના 2 પોઝિટિવ કેસ - Covid Hospital in vapi

કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન દેશમાં જાહેર કરાયેલા લોકડાઉનમાં 27 દિવસ સુધી કોરોનામુક્ત રહેલા વલસાડ જિલ્લાને પણ કોરોનાગ્રસ્ત જિલ્લામાં સામેલ કરી દેતા 24 કલાકમાં જ 2 પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. જેમાં વાપીની જનસેવા કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા વાપી સહિત વલસાડ પંથકમાં ચકચાર મચી છે.

વાપીની
વાપીની
author img

By

Published : Apr 21, 2020, 12:21 PM IST

વલસાડ: જિલ્લામાં કોવિંડ-19 હોસ્પિટલ તરીકે વાપીની જનસેવા હોસ્પિટલ બનાવવામાં આવી છે. વેન્ટીલેટર સાથે 100 બેડની હોસ્પિટલમાં કોરોના વાઇરસના શંકાસ્પદ દર્દીઓ આવી રહ્યાં છે. વાપી શ્રેયશ મેડીકેર સંચાલિત જનસેવા હોસ્પિટલ જયાં સુધી સ્થિતિ થાળે ના પડે ત્યાં સુધી સરકાર હસ્તક જ રહેશે. એવી જાહેરાત હોસ્પિટલના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી છે.

હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 250 શંકાસ્પદ દર્દીઓ આવ્યાં છે. જેમાંથી શંકાસ્પદ લક્ષણો ધરાવતા 51 દર્દીઓને આઇસોલેટેડ કરવામાં આવ્યા હતા. આ તમામ 51 દર્દીઓના કોરોના સંક્રમણને લગતા લક્ષણો જેમ કે શરદી, ખાંસી, ઉધરસ, તાવ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોની તપાસ કરીને તેના સેમ્પલ રિપોર્ટ વલસાડ અને વલસાડથી સુરત મોકલવામાં આવ્યા હતા.

હોસ્પિટલ દ્વારા અત્યાર સુધી સુરત મોકલાયેલા 51 જેટલા સેમ્પલ માંથી 48 સેમ્પલોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, અને પેન્ડિંગ 3 રિપોર્ટમાંથી ઉમરગામના દેહરી ગામના યુવકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેને કારણે વહીવટીતંત્ર અને હોસ્પિટલ સ્ટાફ વધુ સજાગ બન્યો છે.

જનસેવા હોસ્પિટલમાં ઓપીડી બતાવીને આવતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. અહીં વાપી આસપાસની તમામ પીએચસી અને મેડિકલ સેન્ટરોમાંથી શંકાસ્પદ લોકોને સ્ક્રીનિંગ માટે મોકલવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત હોસ્પિટલને વહીવટી તંત્ર દ્વારા પણ સારો એવો સહકાર મળી રહ્યો છે. તેમજ સરકારી અધિકારીઓ પણ હોસ્પિટલની મુલાકાત લઈને તમામ કામગીરી પર દેખરેખ રાખી રહ્યા છે.

અહી સારવાર લેતાં દર્દીઓને ભોજન સહિતની સુવિધાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. જો કે, અન્ય શહેરોની સરખામણીએ વલસાડ જિલ્લામાં અને વાપીમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં છે અને એક પોઝીટીવ કેસ જેમ વાપીમાં નોંધાયો છે. તેમ બીજો કેસ વલસાડ સિવિલમાં નોંધાયો છે. જે બીજા જિલ્લાની સરખામણીએ હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફ માટે હાશકારો અનુભવવા સમાન છે. આમ છતાં તંત્ર દ્વારા સાવચેતી ના ભાગરૂપે લોકડાઉનનું ચુસ્તપણે પાલન થાય એ જ આજના સમયની માંગ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.