વલસાડઃ કપરાડા તાલુકાના નાનાપોઢા ગામે લુહાર ફળીયામાં પિયર આવેલા મહિલા શેખ અફસર જહાં અલી અહમદને જે પોતાના ત્રણ સંતાન સાથે મુંબઈથી આવ્યા હતા. જેનો આરોગ્ય વિભાગે કોરોના સેમ્પલ લીધા હતા. જેમાં મહિલાનો પોઝિટિવ રિપોર્ટ આવતા હવે વલસાડ જિલ્લામાં કોરોના કેસનો આંકડો 18 પર પહોંચ્યો છે. જોકે બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અચાનક ગ્રામીણ કક્ષાએ પહેલો કેસ આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચા અને ચિંતાનો વિષય બન્યો છે.
મુંબઈથી વલસાડના નાનાપોઢામાં આવેલી એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો - loakdown effect in valsad
વલસાડ જિલ્લામાં ગઈ કાલે મોડી રાત્રે મુંબઈના મલાડથી પોતાના બાળકો સાથે કપરાડા તાલુકાના નાનાપોઢા ખાતે આવેલા એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વલસાડ જિલ્લાના કુલ કેસનો આંકડો 18 પર પહોંચ્યો છે. સાથે જ કપરાડા તાલુકામાં કોરોનાનો પગ પેસરો થતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. પોઝિટિવ આવનાર મહિલાને વલસાડ સિવિલમાં ખસેડવામાં આવી છે.
મુંબઈથી વલસાડના નાનાપોઢામાં આવેલી એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો