- વલસાડ-સંઘપ્રદેશ મળીને કુલ 128 કોરોના પોઝિટિવ
- વલસાડમાં 2 દર્દીના મોત
- વહીવટી તંત્રએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી
વાપી: શનિવારે વલસાડ જિલ્લામાં 25, દાદરા નગર હવેલીમાં 48 અને દમણમાં 55 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ગભરાટનો માહોલ પ્રસર્યો છે. વલસાડ જિલ્લામાં 2 દર્દીઓના મોત થતાં તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
વહીવટી તંત્રએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી
વલસાડ જિલ્લામાં શનિવારે 25 નવા કોરોના પોઝિટિવ કેસ સાથે કુલ એક્ટિવ કેસની સંખ્યામાં 187 પર પહોંચી છે. શનિવારે 2 દર્દીના મોત સાથે કુલ 159 દર્દીઓ મોતને ભેટી ચુક્યા છે. વલસાડ જિલ્લામાં કુલ નોંધાયેલ કેસમાંથી 1346 દર્દીઓ સાજા પણ થયા છે.
આ પણ વાંચો: ડાંગ જિલ્લામાં 10 એપ્રિલે 6 દર્દીઓને રજા અપાઈ: નવા 12 કેસ, કુલ એક્ટિવ કેસ 59
દાદરા નગર હવેલીમાં 202 કુલ એક્ટિવ કેસ
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની વાત કરીએ તો, દાદરા નગર હવેલીમાં શનિવારે 48 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ એક્ટિવ કેસની સંખ્યા 202 પર પહોંચી છે. દાદરા નગર હવેલીમાં અત્યાર સુધી નોંધાયેલ કુલ કેસમાંથી 1799 દર્દીઓ સાજા થયા છે.
દમણમાં એક દિવસમાં 55 કોરોના પોઝિટિવ
જ્યારે દમણમાં શનિવારનો દિવસ વધુ ગભરાટવાળો દિવસ બન્યો હતો. દમણમાં શનિવારે એક સામટા 55 કેસ નોંધાયા હતાં. દમણમાં હાલ 122 કેસ એક્ટિવ કેસ છે. 1488 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે.
કોરોના કેસમાં 18 થી 68 વર્ષની ઉંમરના દર્દીઓનો સમાવેશ
ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં શનિવારે નોંધાયેલ કેસમાં પારડી તાલુકામાં સૌથી વધુ 14 કેસ, વલસાડમાં 8 કેસ અને વાપી, ધરમપુર, કપરાડામાં 1-1 કેસ નોંધાયા છે. જેમાં 18થી 68 વર્ષની ઉંમરના લોકોનો સમાવેશ થાય છે. આ તમામ વિસ્તારમાં હાલ વેક્સિનેશન કામગીરી પણ જોરશોરથી ચાલી રહી છે. જેમાં સેલવાસમાં શનિવારે 2482 લોકોએ કોરોના વેક્સિનના ડોઝ લીધા હતાં. સેલવાસમાં કુલ 35005 લોકોએ વેક્સિનના ડોઝ મુકાવ્યા છે.
આ પણ વાંચો:વાગડ વિસ્તારમાં સરકારી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ માટેની ટેસ્ટિંગ કીટ ખૂટી પડી
રવિવારે વેપારીઓને ધંધા રોજગારના સ્થળો બંધ રાખવા અપીલ
કોરોનાના વધતા કેસને ધ્યાને રાખી વલસાડ, દમણ અને સેલવાસના કલેકટરે પણ પ્રજાજોગ સંદેશ આપી તમામને માસ્ક પહેરવા, સેનેટાઇઝ, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા તેમજ રાત્રી કરફ્યુની અમલવારી કરવા તાકીદ કરી છે. વલસાડ કલેકટરે જિલ્લાના વેપારીઓને રવિવારે એક દિવસ ધંધા રોજગારના સ્થળો બંધ રાખવા પણ આદેશ કર્યો છે.