વલસાડઃ કોરોના વાઈરસના કહેર વચ્ચે લોકો તેનાથી બચવા માટે એટલા બધા ભયભીત બન્યા છે કે તેઓના મનમાં એક જ વાત ઘર કરી ગઈ છે કે તેનાથી બચવા સેનેટરાઈઝર ખરીદવું જોઈએ અને તે માટે અનેક મેડિકલમાં તેની ખરીદી કરવા માટે લોકોનો ધસારો છે. જેથી કરીને તેના ભાવ કેટલાક દુકાનદારો તકનો લાભ લઈને ડબલથી ટ્રિપલ માત્રામાં વસૂલ કરી રહ્યા છે. તેમ છતાં પણ હાલમાં કેટલીક દુકાનોમાં તે મળી નથી રહ્યો.
આ સમગ્ર બાબતે વલસાડના ધરમપુર ખાતે આવેલા જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના માહિતી અધિકારી પ્રજ્ઞેશભાઈએ જણાવ્યું કે લોકોના મનમાં એક ડર ઘર કરી ગયો છે તે માત્ર સેની ટાઇઝર દ્વારા જ બચી શકાય છે. પરંતુ તે સાવ ખોટું છે હાથ ધોવા માટે અને હાથમાં લાગેલા વાઈરસ દૂર કરવા માટે સૌથી સારો વિકલ્પ હોય તો તે સાબુ છે. કારણકે, સાબુમાં રહેલા આ રસાયણ હાથ પર ચોંટેલા વાયરસને દૂર કરવા માટે ખૂબ જ ઉપયોગી છે તેમણે એમ પણ કહ્યું કે, જે સ્થળે પાણી ન મળી શકતું હોય એવા સ્થળે સેનીટાઇઝર ઉપયોગ કરી શકાય છે. પરંતુ જ્યારે લોકો પોતાના ઘરમાં હોય એવા સમયે સાબુનો ઉપયોગ કરવો હિતાવહ રહેલો છે.
વિજ્ઞાન કેન્દ્રના માહિતી અધિકારી પ્રજ્ઞેશભાઈ એ આલ્કોહોલ glycerine તેમજ એન્ટી બેક્ટેરિયલ પ્રવાહી એન્ટિસેપ્ટિક એલોવેરા જેલ સહિત તુલસી નો અર્ક લીમડાનો અર્ક વગેરેનો ઉપયોગ કરીને સામાન્ય નજીવા ખર્ચે અને તુરંત બની જતા સેની ટાઇઝર પ્રવાહી બનાવીને બતાવ્યું હતું, જે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરે પણ બનાવી શકે છે.
હાલમાં કોરોનાને લઈને લોકોમાં એટલી હદે ભય ફેલાયો છે કે, લોકો માસ્ક અને સેનેટ રાઈઝરની ખરીદી જ તેનાથી બચવાનો ઉપાય હોવાનું માની રહ્યાં છે. ત્યારે હાથોને સ્વસ્થ રાખવા અને ધોવા માટે સાબુન ઉપયોગ પણ હિતાવહ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.