દમણઃ હોળી એ રંગોનો તહેવાર છે. આ વખતના હોળી ધુળેટીના તહેવારમાં કોરોના વાયરસને કારણે ચાઈનિઝ ચીજ વસ્તુઓની ડિમાન્ડ ઘટી છે. ગ્રાહકોના જણાવ્યા મુજબ આ વખતની હોળી લોકોએ વૈદિક હોળી તરીકે રમવી જોઈએ. પાણીનો બગાડ ઓછો કરવો જોઈએ, બની શકે તો ગુલાલથી હોળી રમવાનો આગ્રહ રાખવો જોઈએ. તેમજ ચીનની દરેક પ્રોડક્ટનો બહિષ્કાર કરવો જોઈએ.
જેમાં દર વર્ષે ચાઈનીઝ પિચકારી તથા ફુગ્ગા, કલરની માંગ વધુ રહેતી હતી. હાલમાં ચીન સહિત સમગ્ર વિશ્વને બાનમાં લેનારા કોરોના વાઇરસને કારણે ચાઈનીઝ આઈટમનું પ્રમાણ ઘટ્યું છે. વાપી ટાઉન અને ગુંજન ખાતે હંગામી હોળી બજારમાં વેચાણ થતી ચીજવસ્તુઓમાં સ્વદેશી ચીજ વસ્તુઓની ડિમાન્ડ વધુ જોવા મળી રહી છે. તો લોકો પણ સ્વદેશી રંગ અને પિચકારી માગતા થયા છે.