- 5 અગાઉ મૂકવામાં આવેલ થ્રી ફેઝ લાઈનમાં મહિનામાં પાંચથી છ કલાક વીજ પ્રવાહ આવે છે
- થ્રી ફેઝ લાઈનના જમ્પર ધામણીથી 15 કિલોમીટર દૂર દાંડવડ ગામે મૂકાતાં સમસ્યા
- લાંબા સમયથી વોલ્ટેજ ઓછા આવતા હોવાથી પાણી માટે ઇલેક્ટ્રિક મોટર પણ સ્ટાર્ટ થતી નથી
વલસાડઃ જિલ્લાના ધરમપુર તાલુકાના ધામણી ગામે છેલ્લા કેટલાક સમયથી ખેડૂતો માટે મૂકવામાં આવેલી એગ્રીકલ્ચરની લાઈનમાં 12 કલાક દિવસે અને 12 કલાક રાત્રે આમ એક એક અઠવાડિયાના સમય કાળમાં વીજ પુરવઠો ઈલેક્ટ્રીક વિભાગ દ્વારા આપવામાં આવતો હોય છે. જેથી કરીને ખેડૂતો તેમની ખેતીમાં પીયત કરી શકે. પરંતુ અહીં સમસ્યા એ છે કે, છેલ્લા પાંચ વર્ષથી મૂકવામાં આવેલી એગ્રીકલ્ચર લાઈનમાં સતત વીજ પ્રવાહ આવતો નથી. એક માસની અંદર માત્ર ચારથી પાંચ કલાક જ વીજ પ્રવાહ આવતો હોય છે જેના કારણે આ ગામના ખેડૂતોની હાલત ખૂબ જ દયનીય બની છે.
- ખેતીવાડીમાં પિયત માટે ખેડૂતોએ પૈસા ભરી એગ્રીકલ્ચર લાઈન માટે 3 phase connection મેળવ્યું
ધામણી ગામના ખેડૂતોએ પોતાના ખેતરમાં શાકભાજી તેમજ વિવિધ પાકો મેળવવા માટે પિયતની જરૂર હોય છે અને આ પીએફ મેળવવા માટે તેમણે એગ્રીકલ્ચર લાઈન માંથી 3 phase connection મેળવ્યો હતો. પરંતુ આ થ્રી ફેજ કનેક્શન મેળવ્યા બાદ હાલ પરિસ્થિતિ કંઈક જુદી છે. તેઓને 12 કલાક વીજ પુરવઠો મળવો જોઇએ તે યોગ્ય રીતે મળતો નથી. જેના કારણે મોટાભાગના ખેડૂતોના ખેતરો હાલ સૂકાઈ રહ્યાં છે.
- એગ્રીકલ્ચર વીજ લાઈનમાં વોલ્ટેજ પણ ઓછા આવતા હોવાથી ઇલેક્ટ્રિક મોટર સ્ટાર્ટ થઈ શકતી નથી
ધામડી ગામના ખેડૂતોને આપવામાં આવેલી દક્ષિણ ગુજરાત વીજ કંપનીની એગ્રીકલ્ચર લાઈનમાં છેલ્લા કેટલાક સમયથી વીજ ધાંધિયા તો જોવા મળ્યાં છે, સાથે સાથે વીજ પુરવઠામાં વોલ્ટેજ પણ નહિવત પ્રમાણમાં આવતો હોવાથી ઇલેક્ટ્રિક મોટર સ્ટાર્ટ થઈ શકતી નથી, જેના કારણે ખેડૂતોને ખેતરોમાં પાણી મુકવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
- ઈલેક્ટ્રીક લાઇનના મૂકવામાં આવેલા જમ્પર ઓ ધામણી ગામથી 15 કિલોમીટર દૂર મૂકવામાં આવ્યા છે
ખેડૂતો માટે મૂકવામાં આવેલી એગ્રીકલ્ચર લાઈનમાં દક્ષિણ ગુજરાત વીજકંપનીએ વિવિધ તંત્રો ઉપર જમ્પર મુકવાના હોય છે. જેથી કરીને જો ક્યારેક કોઈ વીજ લાઈન ઉપર ફોલ્ટ સર્જાય તો તેવા સમયે કેટલીક જગ્યા ઉપરથી જમ્પરના કનેક્શન કાપીને અન્ય લાઈન ચાલુ જ રાખી શકાય છે. પરંતુ ધામણી ગામમાં કોઈ પણ સ્થળ પર જ જમ્પર મૂકવામાં આવ્યાં નથી એટલે કે એગ્રિકલ્ચર લાઈનના જમ્પર ગામડી ગામથી 15 કિલોમીટર દૂર આવેલા દાંડવડ ગામે મૂકવામાં આવ્યાં છે. એટલે જો કોઇ સમસ્યા સર્જાય તો ગામના યુવાનો જાતે જ આ જમ્પર સુધી પહોંચી તેમાં વાયર નાખી વીજ પ્રવાહ ફરીથી શરૂ કરે છે. પરંતુ શરૂ કરીને જેવા તેઓ ઘરે પહોંચે તે પહેલાં વીજ પુરવઠો ખોરવાઈ જાય છે. આમ છેલ્લા કેટલાક સમયથી અહીંના ખેડૂતોની સમસ્યામાં વધારો છે.
- વીજ કંપનીના અધિકારીઓ માત્ર ઠાલાં વચનો આપી રહ્યાં છે
ધામડી ગામના ખેડૂતોને વીજ પ્રવાહ ન મળવાથી આ ખેડૂતોએ ધારાસભ્યથી લઈને અનેક રાજકીય આગેવાનોના પગથિયાં ચડ્યા છે, પરંતુ આજ દિન સુધી તેમની તમામ રજૂઆતો વીજ કંપનીના અધિકારી અને રાજકારણીઓના બહેરા કાને અથડાઈને પરત ફરી છે. તેમની સમસ્યા નિવારવા માટે કોઈ આગળ આવ્યું નથી. આજે પણ સમસ્યા ઠેરની ઠેર છે.
- ખેડૂતોએ ઇટીવી ભારત સાથે કરી વાતચીત
સ્થાનિક ખેડૂતોએ ETVBharat સાથે વાતચીત કરતા જણાવ્યું કે, જો આગામી દિવસમાં તેઓને એગ્રીકલ્ચર વીજ લાઈનમાં વીજ પ્રવાહ ન મળે તો તેઓ આંદોલન કરવા માટે ચીમકી પણ આપી હતી. મહત્વનું છે કે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આવનાર છે. જેને લઇને હવે ગ્રામીણ કક્ષાએ અનેક રાજકીય આગેવાનો ફરતાં થયાં છે. ત્યારે ખેડૂતની સમસ્યાઓ તેઓ સફળ થશે કે કેમ અને આ સમસ્યાને દૂર કરવા પ્રયાસ કરશે કે કેમ તે અંગે પણ ખેડૂતો મીટ માંડીને બેઠા છે.