વલસાડઃ જિલ્લામાં લોકડાઉન દરમિયાન બેરોજગાર બનેલા અનેક ઉતરભારતીય શ્રમિકોને તેમના વતન ટ્રેન મારફતે રવાના કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાંથી અત્યાર સુધીમાં કુલ 11 ટ્રેનો ઉત્તરભારત રવાના થઈ ચૂકી છે અને 16000થી વધુ શ્રમિકોને તેમના વતન રવાના કરવામાં આવ્યા છે.
વધુ એક ટ્રેન વલસાડ સ્ટેશનથી જોનપુર માટે રવાના કરવામાં આવી હતી. જેમાં 1200થી વધુ લોકોને રવાના કરવામાં આવ્યા હતા. તેમને રવાના કરવા માટે ખુદ જિલ્લા કલેક્ટર વલસાડ સ્ટેશને પહોંચ્યા હતા અને તેના હાલ ચાલ પૂછ્યા હતા બાળકોને ભોજન અને રમકડા ચોકલેટ આપી રવાના કરવામાં આવ્યા હતા.
છેલ્લા 57 દિવસથી કોરોનાની મહામારીને કારણે લોકડાઉન થયા બાદ રોજીરોટી માટે વલસાડ જિલ્લાની વિવિધ GIDCમાં આવેલા અનેક ઉત્તરભારતીય શ્રમિકોની સ્થિતિ કથળી પડી હતી એક તો બેરોજગારી અને ઉપરથી લોકડાઉન ક્યારે ખુલે એ અંગે કોઈ જાણકારી નહિ તેમ જ ખર્ચ રાશન કોઈ ઉધાર આપતું ન હતું.
આવી સમસ્યાઓથી તંગ આવી અનેક શ્રમિકોએ પોતાના વતનની વાટ પકડી છે. આવા શ્રમિકોને પોતાના વતન જવા માટે સરકાર દ્વારા ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વલસાડ જિલ્લા દ્વારા અત્યાર સુધીમાં 16000થી વધુ શ્રમિકોને તેમના વતન જવા માટે રવાના કરાયા છે.
જેને અનુલક્ષી વધુ એક ટ્રેન વલસાડ સ્ટેશનથી રવાના કરવામાં આવી હતી. જેમા 1200 જેટલા શ્રમિકોને જોનપુર માટે રવાના કરવામાં આવ્યા હતા. આ તમામ મુસાફરોને વતન તરફ જતા વળાવવા માટે ખુદ જિલ્લા કલેક્ટર વલસાડ સ્ટેશન પર પહોંચ્યા હતા.
તેમના હાલ ચાલ જાણવાની કોશિશ કરી તેમજ નાના બાળકોને ચોકલેટ તેમજ રમકડાં આપીને હસતા મુખે રવાના કરવામાં આવ્યા હતા.
નોંધનિય છે કે વલસાડ જિલ્લામાંથી અત્યાર સુધીમાં 11 જેટલી ટ્રેનો રવાના કરવામાં આવી છે. જેમાં 16000 જેટલા લોકો તેમના વતન રવાના થઈ ચૂક્યા છે. તેમજ આગામી દિવસમાં પણ વધુ 7 જેટલી ટ્રેનો માટે મજૂરી માટે તજવીજ ચાલી રહી છે. જે મળતા વધુ લોકોને તેમના વતન મોકલવામાં આવશે.