ETV Bharat / state

કપરાડામાં 71માં વન મહોત્સવની એકલવ્ય મોડેલ રેસિડેન્સી ખાતે ઉજવણી - વન મહોત્સવ સહકાર અને રમતગમત સાંસ્કૃતિક કાર્યક્રમ

વલસાડ સામાજિક વનીકરણ અને જિલ્લા વન વિભાગ દ્વારા આજે ગુરુવારે કપરાડા તાલુકાના એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલમાં જિલ્લા કક્ષાનો વન મહોત્સવ સહકાર અને રમતગમત સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યકક્ષાના પ્રધાન ઈશ્વરસિંહ પટેલ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સ્કૂલના પરિસરમાં કેટલાક ફળોના ઝાડ પણ રોપવામાં આવ્યા હતા. મહાનુભાવોનાં હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તો સાથે સાથે કોરોના વોરિયર્સ નામનું એક ઔષધિ ગાર્ડન પણ લોકાર્પણ કરાયું હતું.

kaprada
71માં વન મહોત્સવની ઉજવણી
author img

By

Published : Aug 6, 2020, 7:02 PM IST

વલસાડઃ જિલ્લાના કપરાડા તાલુકા ખાતે આવેલી એકલવ્ય મોડેલ સ્કૂલમાં આજે સામાજીક વનીકરણ વિભાગ દ્વારા ૭૧મો જિલ્લાકક્ષાનો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યકક્ષાના પ્રધાન ઈશ્વરસિંહ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

kaprada
71માં વન મહોત્સવની ઉજવણી

કાર્યક્રમ દરમિયાન અધિક અગ્ર સચિવ રાજકુમારે જણાવ્યું કે, કોરોનાને કારણે કેટલાક નિયમોને આધીન કાર્યક્રમની ઉજવણી કરાઇ છે. તેમણે જિલ્લા કક્ષાના વન મહોત્સવની શરૂઆત પૂર્વેના કૃષિપ્રધાન કનૈયાલાલ મુનશી દ્વારા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું અને તે ગુજરાત રાજ્યની દેન છે એવું પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ વર્ષે વન મહોત્સવની ઉજવણી કરતા સમગ્ર ગુજરાતમાં 10 કરોડ જેટલા રોપાનું વાવેતર કરવામાં આવશે સાથે સાથે જાણીતા શહેરોમાં વૃક્ષરથ શરૂ કરી 10 લાખથી વધુ તુલસીના છોડનું વિતરણ કરવામાં આવશે.

કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય જીતુભાઇ, ચૌધરી અરવિંદ પટેલ તેમજ સાંસદ કે.સી. પટેલ તમામે પર્યાવરણ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેલા રાજ્યકક્ષાના પ્રધાન ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે, છોડમાં રણછોડ અને વૃક્ષોમાં વાસુદેવને સતત નિહાળતી રહે છે. જેથી કરીને વૃક્ષોનું જતન હંમેશા ભારતીય સંસ્કૃતિ કરતી આવી છે અને હાલમાં જે રીતે કોરોનાની મહામારી છે તે રીતે લોકો પણ હવે પર્યાવરણનું મહત્વ સમજતા થયા છે.

kaprada
71માં વન મહોત્સવની ઉજવણી

તેમણે વધું વિગતો આપતા જણાવ્યું કે, સામાજિક વનીકરણ વિભાગના 2004ના સર્વે મુજબ 25.10 કરોડ જેટલા વૃક્ષો હતા. પરંતુ 2019ના સર્વે મુજબ અંદાજે 35 કરોડ જેટલા વૃક્ષો થયા છે એટલે કે 37 ટકા જેટલો વધારો નોંધાયો છે. તેમણે અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની યાદ તાજી કરાવતા જણાવ્યું કે, ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ રાજકોટમાં 167 હેક્ટરમાં બનેલા ઉદ્યાનને રામના નામ સાથે જોડીને રામ વન નામ આપ્યું છે. તેમણે પર્યાવરણનું જતન કરવા માટેની તમામ લોકોને હાકલ કરી હતી.

71માં વન મહોત્સવની ઉજવણી

આ કાર્યક્રમ દરમિયાન એકલવ્ય મોડેલ સ્કૂલના પરિસરમાં બાળકોને સ્થળ ઉપરથી જ ફળો મળી રહે તે માટે ફળાઉ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. પહેલા મહાનુભાવોના હસ્તે આ તમામ ફળોના વૃક્ષોનું વાવેતર કરાયું હતું તો સાથે સાથે કોરોનાની મહામારી દરમિયાન પોતાના જીવને જોખમમાં નાખી મોતને ભેટેલા તમામ કોરોના વૉરિયર્સની યાદમા શાળાના કંપાઉન્ડમાં કોરોના વોરિયર્સ ઔષધિ ઉદ્યાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાજ્યકક્ષાના પ્રધાન ઈશ્વરસિંહ પટેલ, સાંસદ ડૉક્ટર કે.સી. પટેલ, પારડી ધરમપુર અને કપરાડાના ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ સામાજિક વનીકરણ વિભાગના અધિકારીઓ સ્ટાફ ગણ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.