ETV Bharat / state

સંજાણમાં ઈદ-એ-મિલાદની ઉજવણી, કોમી એક્તાના દ્રશ્યો સર્જાયા - ઈદ-એ-મિલાદની ઉજવણી

વલસાડઃ જિલ્લામાં સંજાણ ખાતે હર્ષોલ્લાસ સાથે ઈદ-એ-મિલાદની ઉજવણી થઈ હતી. તે દરમિયાન સંજાણ બંદર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા જુલૂસ કાઢવામાં આવ્યું હતું. મુસ્લિમ બિરાદરોએ કોમી એકતાના દર્શન કરાવ્યા હતા અને આયોધ્યા ચુકાદાને કુદરતની મરજી મુજબનો ચુકાદો ગણાવી તમામ ધર્મ અને સમાજના લોકો એકતા અને ભાઈચારાથી રહે તેવી ભાવના વ્યક્ત કરી હતી.

Celebration of Eid e Milad in Sanjan
author img

By

Published : Nov 10, 2019, 2:34 PM IST

સંજાણ બંદર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા હજરત મહંમદ પયગંબર સાહેબની જન્મ જયંતી નિમિત્તે હર્ષોલ્લાસ સાથે ઇદ-એ- મિલાદની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન સંજાણમાં મુખ્ય માર્ગ પર જુલૂસ કાઢવામાં આવ્યું હતું. જેમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ જુલૂસ સંજાણના મુખ્ય રસ્તાઓ પરથી પસાર થયું હતું.

સંજાણમાં ઈદ-એ-મિલાદની ઉજવણી
ઈદ-એ-મિલાદ નિમિત્તે સંજાણના મુસ્લિમ અગ્રણી અને રિફાઈ સિલસીલા કાદરી અમીરુદ્દીન ઇન્દ્રગઢિયાએ જણાવ્યું હતું કે, તેમને સંજાણ પર ગર્વ છે. સંજાણમાં મદીના મસ્જિદ, ચર્ચ, જૈન મંદિર, રામમંદિર, આગાખાન, પારસી સમાજ સહિત તમામ ધર્મના ધર્મસ્થાનો છે. અને વર્ષોથી દરેક સમાજ કોમી એક્તાથી રહે છે. દર વર્ષે કોમી એક્તાના ઉદાહરણ રૂપ ભવ્ય જુલૂસ પણ કાઢવામાં આવે છે. જેમાં તમામ કોમનો પુરો સહકાર મળી રહે છે. સંજાણમાં ક્યારેય કોઈ મુદ્દે કોમવાદ ફેલાતો નથી. શનિવારે અયોધ્યાનો જે ચુકાદો આવ્યો છે. તે ચુકાદો અમને માન્ય છે. આ ફેંસલો કુદરતનો ફેંસલો છે. વધુમાં હું કોઈ મઝહબી સિયાસત કે પોલિટિક્સ પર ટીપ્પણી કરવા નથી માંગતો એટલે આ અંગે વધુ કંઈ કહી શકું નહીં..જ્યારે, મસ્જિદના ટ્રસ્ટી અને આગેવાન મુસ્તકભાઈએ જણાવ્યું હતું કે, સંજાણમાં અમે તમામ કોમ એકસંપ થઈને રહીએ છીએ. અયોધ્યાના ચુકાદાને અમે કુદરતનો ફેંસલો માની માન્ય રાખ્યો છે.સંજાણના રહેવાસી અને ઉમરગામ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના માજી પ્રમુખ મોહન સલાટે જણાવ્યું હતું કે, સંજાણમાં વર્ષોથી હિન્દૂ-મુસ્લિમ તમામ કોમ એક્તા અને ભાઈચારાથી રહેતી આવી છે. ઈદના જુલૂસ દરમિયાન પણ તમામ કોમ એખલાસના દર્શન કરાવે છે.ઉલ્લેખનીય છે કે, સંજાણમાં દર વર્ષે ઇદ-એ-મિલાદ નિમિત્તે ભવ્ય જુલૂસ સાથે અદ્દભુત તલવાર બાજીનાં કરતબ બતાવે છે. પરંતું આ વખતે જિલ્લામાં હથિયાર બંધી હોય અને અયોધ્યા ચુકાદા બાદ કોમી શાંતિ જળવાઈ રહે તે માટે તલવાર બાજીનાં કરતબ મોકૂફ રખાઈ હતી. અને શાંતિ પૂર્ણ માહોલમાં ઈદ-એ-મિલાદની ઉજવણી થઈ હતી.

Intro:location :- vapi

સંજાણ :- વલસાડ જિલ્લામાં હર્ષોલ્લાસ સાથે ઉજવાઇ રહેલા ઈદ-એ-મિલાદ પર્વ દરમ્યાન સંજાણ બંદર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યું હતું. આ પર્વ દરમ્યાન મુસ્લિમ બિરાદરોએ કોમી એકતાના દર્શન કરાવ્યા હતા. અને આયોધ્યા ચુકાદાને કુદરતની મરજી મુજબનો ચુકાદો ગણાવી તમામ ધર્મ અને સમાજના લોકો એકતા અને ભાઈચારાથી રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.

Body:સંજાણ બંદર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા હજરત મહંમદ પયગંબર સાહેબની જન્મ જયંતી નિમિત્તે હર્ષોલ્લાસ સાથે ઇદ-એ- મિલાદની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન સંજાણમાં મુખ્ય માર્ગ પર જુલૂસ કાઢવામાં આવ્યું હતું. જેમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જોડાયા હતા. આ ઝુલુસ સંજાણ ના મુખ્ય રસ્તાઓ પરથી પસાર થયું હતું. ત્યારે, કોમીએકતાના દર્શન થયા હતાં.

ઈદ-એ-મિલાદ પર્વ નિમિત્તે સંજાણના મુસ્લિમ અગ્રણી અને રિફાઈ સિલસીલા કાદરી અમીરુદ્દીન ઇન્દ્રગઢિયાએ જણાવ્યું હતું કે તેમને સંજાણ પર ગર્વ છે. સંજાણમાં મદીના મસ્જિદ, ચર્ચ, જૈન મંદિર, રામમંદિર, આગાખાન, પારસી સમાજ સહિત તમામ સમાજના ધર્મસ્થાનો છે. અને વર્ષોથી દરેક સમાજ કોમી એખલાસથી રહે છે. દર વર્ષે કોમી એકતાના ઉદાહરણ રૂપ ભવ્ય ઝુલુસ કાઢવામાં આવે છે. જેમાં તમામ કોમનો સહકાર મળે છે. સંજાણ માં ક્યારેય આવા કોઈ મુદ્દે કોમવાદ ફેલાતો નથી.

વધુમાં અમીર બાપુએ જણાવ્યું હતું કે ગઈકાલે અયોધ્યાનો જે ચુકાદો આવ્યો છે. તે ચુકાદો અમને માન્ય છે. આ ફેંસલો કુદરતનો ફેંસલો છે. વધુમાં હું કોઈ મઝહબી સિયાસત કે પોલિટિક્સ કરવા નથી માંગતો એટલે આ અંગે વધુ કંઈ નહીં કહેવાનું ઉચિત નથી.

જ્યારે, મસ્જિદના ટ્રસ્ટી અને આગેવાન મુસ્તકભાઈએ જણાવ્યું હતું કે સંજાણમાં અમે તમામ કોમ એકસંપ થઈને રહીએ છીએ અયોધ્યા ચુકાદો અમે પણ કુદરતનો ફેંસલો માની માન્ય રાખ્યો છે.

તો, સંજાણ ના રહેવાસી અને ઉમરગામ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના માજી પ્રમુખ મોહન સલાટે જણાવ્યું હતું કે અયોધ્યા ચુકાદો એ સર્વમાન્ય ચુકાદો છે સંજાણ માં વર્ષોથી હિન્દૂ મુસ્લિમ તમામ કોમ એકતા અને ભાઈચારાથી રહેતી આવી છે. ઈદના ઝુલુસ દરમ્યાન પણ તમામ કોમ કોમી એખલાસના દર્શન કરાવે છે.

Conclusion:ઉલ્લેખનીય છે કે સંજાણ માં દર વર્ષે ઇદ-એ-મિલાદ નિમિત્તે ભવ્ય ઝુલુસ સાથે અદભુત તલવાર બાજીના કરતબ બતાવે છે. જો કે આ વખતે જિલ્લામાં હથિયાર બંધી હોય અને અયોધ્યા ચુકાદા બાદ કોમી શાંતિ જળવાઈ રહે તે માટે તલવાર કરતબ બાજી મોકૂફ રખાઈ હતી. અને શાંતિ પૂર્ણ માહોલમાં ઈદ-એ-મિલાદ ની ઉજવણી કરી હતી.

bite :- 1, અમીરુદ્દીન ઇન્દ્રગઢિયાએ, કાદરી, રિફાઈ સિલસીલા, સંજાણ

bite :- 2, મુસ્તકભાઈ, ટ્રસ્ટી, મસ્જિદ, સંજાણ

bite :- 3, મોહન સલાટ, અગ્રણી, અને માજી તાલુકા પ્રમુખ, ભારતીય જનતા પાર્ટી, ઉમરગામ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.