ETV Bharat / state

ગુજરાતમાં 50 કરોડ વૃક્ષો વાવવાનું સરકારનું રહેશે લક્ષ્ય: વિજય રૂપાણી - Dhodipada

વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે આવેલા ધોડીપાડા ખાતે રાજ્યકક્ષાના 72 મા વન મહોત્સવની ઉજવણી (Celebration of Forest Festival) ગુજરાતના મુખ્યપ્રધાન (CM) વિજય રૂપાણી (Vijay Rupani) ના ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન તેમણે કલગામ (Kalagam) ખાતે આવેલા નવનિર્મિત મારુતિનંદન વનનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે બોલતાં જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં આગામી વર્ષમાં 50 કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરવાનો ગુજરાત સરકારનો લક્ષ્યાંક રહેશે.

Celebration of Forest Festival
Celebration of Forest Festival
author img

By

Published : Aug 14, 2021, 5:33 PM IST

  • ધોડીપાડા ખાતે રાજ્યકક્ષાના 72 મા વન મહોત્સવની ઉજવણી
  • ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી રહ્યા ઉપસ્થિત
  • આગામી દિવસમાં મિયાવાંકી પદ્ધતિ દ્વારા 35 કરોડથી 50 કરોડ ઉપર વૃક્ષોનું વાવેતર કરવાનો ગુજરાત સરકારનો લક્ષ્યાંક
  • અગાઉ ગુજરાતમાં 25 કરોડ વૃક્ષો હતા જે હાલમાં વધીને 35 કરોડ થયા

વલસાડ: જિલ્લાના ઉમરગામના ધોડીપાડા ખાતે આજે શનિવારે 72 માં રાજ્ય કક્ષાના વન મહોત્સવની ઉજવણી (Celebration of Forest Festival) મુખ્યપ્રધાન (CM) વિજય રૂપાણી (Vijay Rupani) ની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત દર વર્ષે જેમ ગુજરાતના વિવિધ વિસ્તારમાં રાજ્યકક્ષાની ઉજવણી થાય છે તે જ વિસ્તારમાં અવાવરૂ પણ નિર્માણ કરવામાં આવે છે. જે પૈકી આજે ઉમરગામમાં નવા બનેલા મારુતિનંદન વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં આ 21 મા વનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

ધોડીપાડા ખાતે રાજ્યકક્ષાના 72 મા વન મહોત્સવની ઉજવણી

આ પણ વાંચો: કચ્છના કુકડસર ગામમાં 72મા વન મહોત્સવની ઉજવણી, શિક્ષણ પ્રધાને વાંકોલધામમાં કર્યું વૃક્ષારોપણ

દક્ષિણ ગુજરાતના વિકાસ માટે બંદર બનીને જ રહેશે

કોરોના મહામારીના સમયમાં ઓક્સિજનની પડેલી અછતને લઇને પર્યાવરણમાંથી મળતા પ્રાણવાયુનું મહત્વ લોકોને સમજાયું છે. જેથી વૃક્ષારોપણ વધશે તો મનુષ્ય જાતિનું પણ રક્ષણ થશે. પર્યાવરણના જતન માટે ગુજરાતની સમજસેવી સંસ્થાઓને આગળ આવવા માટે તેમને આવા્હન કર્યું હતું. વિજય રૂપાણી (Vijay Rupani) એ મીડિયા સમક્ષ વાતચીત કરતા જણાવ્યું કે, નારગોલ ખાતે પોર્ટ બનશે. દક્ષિણ ગુજરાતના વિકાસ માટે નારગોલ બંદરનું નિર્માણ થશે. જેના માટે ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યું છે. જોકે સ્થાનિક કક્ષાએ કેટલાક લોકો દ્વારા વિરોધના સુર હોય તે બાબતે તેમણે કહ્યું કે, લોકોને સાંભળવામાં ચોક્કસ આવશે પણ સરકાર કોઈના દબાણમાં નહિ આવે બંદર બનાવી વિકાસની એક નવી ક્ષિતજ સર કરીને રહેશે.

આ પણ વાંચો: રાજયકક્ષાનો 15મી ઓગસ્ટનો કાર્યક્રમ જૂનાગઢમાં યોજાશે, જુઓ.. ક્યા જિલ્લામાં ક્યા પ્રધાનો રહેશે હાજર

14 ઓગષ્ટને વિભાજન વિભીશિકા સ્મૃતિ દિન તરીકે જાહેર કરતા શુભેચ્છાઓ વ્યક્ત કરી

14 ઓગસ્ટના દિવસે ભારત- પાકિસ્તાનના થયેલા ભાગલા બાદ આ દિવસની યાદમાં સ્મૃતિ દિવસ તરીકે ઉજવણી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 14 ઓગસ્ટને વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિન તરીકેની જાહેરાત કરવામાં આવી છે. ભારત અને પાકિસ્તાનના જે વખતે ભાગલા પડ્યા હતા તે સમયે અનેક લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેની યાદ રૂપે 14 ઓગસ્ટને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે જાહેર કરતા વિજય રૂપાણીએ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો. 72માં વન મહોત્સવની ઉજવણી નિમિત્તે શનિવારે કાર્યક્રમ દરમિયાન વલસાડ જિલ્લાના ચાર ધારાસભ્યોએ રાજ્યકક્ષાના મંત્રી રમણલાલ પાટકર, રાજ્યનાં વનમંત્રી ગણપત વસાવા તેમજ વન વિભાગના અગ્ર સચિવ સહિત વનવિભાગના અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.