ETV Bharat / state

કરિયાણાના ઉધારીના રૂપિયા બાબતે યુવકને ઢોર માર માર્યો, સારવાર દરમિયાન થયું મોત - news in money borrowed

વાપી: સુલપડમાં કરિયાણાની દુકાનના રૂપિયા બાકી હોવા અંગે દુકાનદારે કલરના કોન્ટ્રાક્ટરને તેના સાગરીતો સાથે લાકડા અને ઢીકામુક્કીનો માર માર્યો હતો. જેેેમાં ગંભીર ઇજાઓને કારણે યુુુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસ દ્વારા 5 ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

vapi
વાપીમાં ઉધારીના રૂપિયા બાબતે યુવકને ઢોર માર મારતા યુવકનું સારવાર દરમિયાન મોત
author img

By

Published : Dec 22, 2019, 3:03 PM IST

વાપી નજીક બલીઠામાં રહેતા ટુના ઉર્ફે ટુની આઝાદ યાદવે શનિવારે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, શુક્રવારે રાત્રે પતિ સાથે કલર કામ કરતા મુકેશ અને ધર્મેન્દ્ર બંને સાથે પતિ આઝાદને ઘરે લઇ આવ્યા હતા. ત્યારે પતિ બરાબર બોલી શકતા ન હોવાથી તેમને પૂછતા સુલપડમાં રાશનની દુકાનવાળો પીંકુ ઉર્ફે પ્રિયાંક તેના મિત્ર મેહુલ પટેલ, રિતેષ પટેલ, પ્રજ્ઞેશ પટેલ અને અવિનાશ પટેલ ઉર્ફે પકીયોએ લાકડા અને ઢીકામુક્કીથી માર માર્યા હોવાનું જાણવા મળ્યું હતું.

વાપીમાં ઉધારીના રૂપિયા બાબતે યુવકને ઢોર માર મારતા યુવકનું સારવાર દરમિયાન મોત
પતિ ઇજાગ્રસ્ત હાલતમાં સુલપડ ધોડીયાવાડ ખાતે આવેલા દેસાઇની ખુલ્લી જગ્યામાં પડ્યા હોવાની જાણ થતા રાત્રે મિત્રો તેમને ઘરે લઇ ગયા હતા. જેથી તાત્કાલિક સારવાર માટે વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ગંભીર હાલત જોતા તે ICU વિભાગમાં દાખલ કરાયો હતો. થોડીવાર બાદ પતિ આઝાદ યાદવે દમ તોડી દીધા હોવાનું તબીબે જણાવ્યું હતું. બનાવ અંગે ટાઉન પોલીસ મથકમાં સુલપડના પાંચેય આરોપીઓ સામે ફરિયાદ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે, સમગ્ર પ્રકરણમાં કારીયાણાની દુકાન ચલાવનાર પિંકુ ઉર્ફે પ્રિયાંક પાસે ઉધારી બાકી હોય તે અંગે તેમને મળવા બોલાવી પોતાના સાગરીતો સાથે મળી શરીરના વિવિધ ભાગો પર ગંભીર માર મારી બેહોશ હાલતમાં રઝળતો છોડી ભાગી ગયા હતાં.

Intro:Location :- વાપી

વાપી :- વાપી સુલપડમાં કરિયાણાની દુકાનના રૂપિયા બાકી હોવા અંગે  દુકાનદારે કલરના કોંટ્રાક્ટરને તેના સાગરીતો સાથે લાકડા અને ઢીકમુક્કીનો માર માર્યો હતો. જેેેમાં ગંભીર ઇજાઓને કારણે યુુુવકનું સારવાર દરમ્યાન મોત નિપજતા પોલીસ દ્વારા 5 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.Body:વાપી નજીક બલીઠામાં રહેતા ટુના ઉર્ફે ટુની આઝાદ યાદવે શનિવારે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, શુક્રવારે રાત્રે પતિ સાથે કલર કામ કરતા મુકેશ અને ધર્મેન્દ્ર બંને સાથે પતિ આઝાદને ઘરે લઇ આવ્યા હતા. ત્યારે પતિ બરાબર બોલી શકતા ન હતા. કપડા બદલતી વખતે શરીરે ઇજાના નિશાનો જોવા મળતા તેમના મોઢે પાણી છાંટી કોણે મારેલ છે. પુછતા સુલપડમાં રાશનની દુકાનવાળો પીંકુ ઉર્ફે પ્રિયાંક તેના મિત્ર મેહુલ પટેલ, રિતેષ પટેલ, પ્રજ્ઞેશ પટેલ અને અવિનાશ પટેલ ઉર્ફે પકીયોએ લાકડા અને ઢીકકામુકીથી માર માર્યા હોવાનું જાણવા મળ્યું હતું.

પતિ ઇજાગ્રસ્ત હાલતમાં સુલપડ ધોડીયાવાડ ખાતે આવેલ દેસાઇની ખુલ્લી જગ્યામાં પડેલ હોય તેની જાણ થતા રાત્રે મિત્રો તેમને ઘરે લઇ ગયા હતા. જેથી તાત્કાલિક સારવાર માટે ઇજાગ્રસ્ત વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ગંભીર હાલત જોતા તે ICU વિભાગમાં દાખલ કરાયો હતો. થોડીવાર બાદ પતિ આઝાદ યાદવે દમ તોડી દીધા હોવાનું તબીબે જણાવ્યું હતું. 

બનાવ અંગે ટાઉન પોલીસ મથકમાં સુલપડના પાંચેય આરોપીઓ સામે ફરિયાદ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Conclusion:ઉલ્લેખનીય છે કે સમગ્ર પ્રકરણમાં કારીયાણાની દુકાન ચલાવનાર પિંકુ ઉર્ફે પ્રિયાક પાસે ઉધારી બાકી હોય તે અંગે તેમને મળવા બોલાવી પોતાના સાગરીતો સાથે મળી શરીરના વિવિધ ભાગો પર ગંભીર માર મારી બેહોશ હાલતમાં રાઝળતો છોડી ભાગી ગયા હતાં
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.