ETV Bharat / state

વલસાડ જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે નોંધાવાઈ ઉમેદવારી

આજે શુક્રવારે ભારતીય જનતા પાર્ટી તરફથી જિલ્લા પંચાયતની 38 બેઠકો પૈકી 32 બેઠકો ઉપર ભાજપે કબ્જો કર્યા બાદ સ્પષ્ટ બહુમતી હોય ભાજપ તરફથી આજે શુક્રવારે જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ તરીકે અલ્કા શાહ અને ઉપપ્રમુખ તરીકે મનહર પટેલ દ્વારા ઉમેદવારી નોંધાવી છે. જોકે આવતીકાલે શનિવારે વિધિવત રીતે તેમની તાજપોશી કરવામાં આવશે.

Valsad
Valsad
author img

By

Published : Mar 19, 2021, 10:48 AM IST

  • વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અલ્કા શાહ દ્વારા ભાજપ તરફથી ઉમેદવારી કરાઈ
  • જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પદે મનહર પટેલ દ્વારા ઉમેદવારી કરાઈ
  • વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાની આગેવાનીમાં પ્રમુખ અને ઉપપ્રમુખ બંનેએ ઉમેદવારી નોંધાવી
  • જિલ્લા પંચાયતની કુલ 38 બેઠકો પૈકી 32 બેઠકો ઉપર ભાજપે કબ્જો કર્યો

વલસાડ: જિલ્લામાં સ્થાનિક સ્વરાજની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી બાદ જિલ્લા પંચાયતની 37 જેટલી બેઠકો પૈકી 32 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો વિજેતા રહ્યાં છે. એટલે કે જિલ્લા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી ભારતીય જનતા પાર્ટીની મળી છે. આમ આજે શુક્રવારે જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની દાવેદારી કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લાના પ્રમુખ હેમંત કંસારાની આગેવાનીમાં ઉમરગામથી ચૂંટાઇને આવેલા અલ્કા શાહ અને ઉપપ્રમુખ તરીકે મનહર પટેલ દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને પોતાની ઉમેદવારી નોંધાવી છે.

વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે નોંધાવાઈ ઉમેદવારી

આ પણ વાંચો : જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના શાંતાબેન ખટારીયાની બિનહરીફ વરણી

બન્ને ઉમેદવારની આવતીકાલે શનિવારે તાજપોશી કરાશે

જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે ઉમરગામથી ચૂંટાઇને આવેલા અલ્કા શાહ, જ્યારે વલસાડ તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક ઉપરથી ચૂંટાઇને આવેલા મનહર પટેલ ઉપપ્રમુખ પદ માટે ભારતીય જનતા પાર્ટીએ બંને ઉમેદવારો પાસે ઉમેદવારી કરાવી છે એટલે કે આવતીકાલે શનિવારે આ બંને ઉમેદવારોની વિધિવત રીતે તાજપોશી કરવામાં આવશે.

વલસાડ
વલસાડ

વિકાસના કાર્યોને અગ્રીમતા આપવામાં આવશે

આવતીકાલે શનિવારના રોજ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની તાજપોશી ભારતીય જનતા પાર્ટી દ્વારા વિધિવત રીતે કરવામાં આવશે. જોકે તેની પૂર્વસંધ્યાએ આજે પ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવનારા અલ્કા શાહે જણાવ્યું કે, તેમના દ્વારા વિકાસના કાર્યોને અગ્રીમતાના ધોરણે પૂર્ણ કરવામાં આવશે. તેમજ જે બાકી બચેલા કાર્યો છે તે માટે પણ તેઓ સતત પ્રયત્નશીલ રહેશે.

વલસાડ
વલસાડ

બંને ઉમેદવારોને બિનહરીફ રીતે પ્રમુખ અને ઉપપ્રમુખ જાહેર કરાશે

આમ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ પદ માટે અલ્કા શાહ અને ઉપપ્રમુખ પદ માટે મનહર પટેલના નામો જાહેર કરવામાં આવ્યા છે. તેમજ આ બંને ઉમેદવારોએ હાલ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારીને પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા છે. જે મોડી સાંજે અન્ય કોઈ ઉમેદવારી ન કરતા બંને ઉમેદવારોને બિનહરીફ રીતે પ્રમુખ અને ઉપપ્રમુખ જાહેર કરાશે.

વલસાડ
વલસાડ

આ પણ વાંચો : ગીર સોમનાથ જિલ્લા પંચાયત અને 5 તાલુકા પંચાયતના નવા પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.