ETV Bharat / state

ઉમરગામમાં તંત્રની ઘોર બેદરકારી, નગરપાલિકાની બિલ્ડિંગમાં જ ફાયર સેફટીનો અભાવ

ઉમરગામ: સુરતમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ સમગ્ર રાજ્યની સાથે વલસાડ જિલ્લાના ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં ટ્યુશન કલાસીસ, શૈક્ષણિક સંસ્થાઓ, હોટેલ, હોસ્પિટલ, રહેણાંક ઇમારતો મળી કુલ 38 મિલકત ધારકોને નોટિસ પાઠવવામાં આવી છે. જો કે નવાઈની વાત એ છે કે, જે ઉમરગામ નગરપાલિકાના સત્તાધીશોએ આ નોટિસ આપી છે, તે નગરપાલિકાના મકાનમાં જ પૂરતા ફાયર સેફટીના સાધનો નથી.

ઉમરગામ નગરપાલિકા ફાયર સેફટી લેસ
author img

By

Published : May 27, 2019, 10:49 PM IST

ઉમરગામ નગરપાલિકાએ વલસાડ કલેક્ટરના આદેશ બાદ બે ટીમ બનાવી પાલિકા વિસ્તારમાં ખાસ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં 3 ટ્યુશન કલાસીસ, 11 શૈક્ષણિક સંસ્થાઓ, 4 હોટેલ, રેસ્ટોરન્ટ, ગેસ્ટ હાઉસ, 18 હાઇરાઈઝ રહેણાંક ઇમારતો મળી કુલ 38 મિલકતોના મિલકત ધારકોને નોટિસ ફટકારી છે. તો આ અંગે નગરપાલિકા ચીફ ઓફિસર નિલ અણઘણે જણાવ્યું હતું કે, તેમણે આ તમામ લોકોને આગામી દિવસોમાં ફાયરના સાધનો વસાવી લેવા તાકીદ કરી છે અને તે બાદ જો આ અંગે સુચનાનું પાલન કરવામાં નહીં આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ આ તમામ 38 સ્થાનો પર ફાયર સેફટીના સાધનો પ્રત્યે તદ્દન બેદરકારી દાખવવામાં આવી હતી.

ઉમરગામ નગરપાલિકા ફાયર સેફટી લેસ

જ્યારે ચીફ ઓફિસર નિલ અણઘણને નગરપાલિકામાં ફાયર સેફટીના સાધનો છે કે કેમ તે પૂછવામાં આવતાં ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, પાલિકામાં હાલ માત્ર Fire Extinguisher (અગ્નિશામક સાધન) સિવાય અન્ય કોઈ સુવિધા નથી જે માટે આગામી દિવસોમાં ફાયર બોલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ઉમરગામ નગરપાલિકાએ પાઠવેલી નોટિસોમાં 3 કલાસીસ સહિત 11 શાળાઓ જેમાં સરકારી અને પ્રાઇવેટ શાળાઓનો સમાવેશ થાય છે. 2 હોસ્પિટલ, ઉમરગામ કલબ તથા રહેણાંક વિસ્તારમાં 18 એપાર્ટમેન્ટ અને કોમ્પ્લેક્ષને નોટિસ પાઠવવામાં આવી છે.

Slug :- ફાયર સેફટીની 38 નોટિસ આપનાર ઉમરગામ નગરપાલિકામાં નથી પૂરતા ફાયર સેફટીના સાધનો

Location :- ઉમરગામ 

ઉમરગામ :-  સુરતમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ સમગ્ર રાજ્યની સાથે વલસાડ જિલ્લાના ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં ટ્યુશન કલાસીસ, શૈક્ષણિક સંસ્થાઓ,  હોટેલ, હોસ્પિટલ,રહેણાંક ઇમારતો મળી કુલ 38 મિલકત ધારકોને નોટિસ પાઠવવા માં આવી છે. જો કે નવાઈની વાત એ છે કે, જે ઉમરગામ નગરપાલિકાના સત્તાધીશોએ આ નોટિસ આપી છે. તે નગર પાલિકાના મકાનમાં જ પૂરતા ફાયર સેફટીના સાધનો નથી.

ઉમરગામ નગરપાલિકાએ વલસાડ કલેકટરના આદેશ બાદ બે ટીમ બનાવી પાલિકા વિસ્તારમાં ખાસ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં 3 ટ્યુશન કલાસીસ, 11 શૈક્ષણિક સંસ્થાઓ, 4 હોટેલ રેસ્ટોરન્ટ, ગેસ્ટ હાઉસ, 18 હાઇરાઈઝ રહેણાંક ઇમારતો મળી કુલ 38 મિલકતોના મિલકત ધારકોને નોટિસ બજાવી છે. આ અંગે નગર પાલિકા ચીફ ઓફિસર નિલ અણઘણે જણાવ્યું હતું કે તેમણે આ તમામ લોકોને આગામી દિવસોમાં ફાયરના સાધનો વસાવી લેવા તાકીદ કરી છે. અને તે બાદ જો આ અંગે સુચનાનું પાલન કરવામાં નહીં આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. ચીફ ઓફિસરના જણાવ્યા મુજબ આ તમામ 38 સ્થાનો પર ફાયર સેફટીના સાધનો પ્રત્યે તદ્દન બેદરકારી દાખવવામાં આવી હતી.

જ્યારે, ચીફ ઓફિસર નિલ અણઘણને નગરપાલિકામાં ફાયર સેફટીના સાધનો છે કે કેમ તે પૂછવામાં આવતા ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે પાલિકામાં હાલ માત્ર fire Extinguisher સિવાય અન્ય કોઈ સુવિધા નથી જે માટે આગામી દિવસોમાં ફાયર બોલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.

ઉમરગામ નગરપાલિકાએ પાઠવેલ નોટિસોમાં પ્રતીક કલાસીસ, જય સીવણ કલાસીસ, શિવમ કમ્પ્યુટર કલાસીસ સહિત 11 શાળાઓ જેમાં સરકારી અને પ્રાઇવેટ શાળાઓનો સમાવેશ થાય છે. મમતા હોસ્પિટલ, રુદ્ર હોસ્પિટલ, હોટેલમાં ઉમરગામ કલબ, આર. જી. લેન્ડમાર્ક, નિત્યાનંદ અને સુપ્રીમ હોટેલ, રહેણાંક વિસ્તારમાં 18 એપાર્ટમેન્ટ અને કોમ્પ્લેક્ષ ને નોટિસ પાઠવવામાં આવી છે.

Video spot send ftp
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.