વલસાડ : 2 યુવક યુવતીઓ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પ્રેમમાં પડ્યા હતા, પરંતુ ગુસ્સે ભરાયેલા પ્રેમીએ પ્રેમિકાને ઘરે પોહચીને યુવતીને ગળેફાંસો દઈ મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાદમાં ન કરવાનું કરી બેસેલા યુવકને ભાન થતા પોતે પણ તળાવમાં ઝંપલાવી મોતને વહાલું કરી દીધું હતું.
આ પણ વાંચો: New modus operandi of Fake notes : ડુપ્લીકેટ ચલણી નોટો સાથે એક આરોપીની ધરપકડ
ઇન્સ્ટાગ્રામની મિત્રતા પ્રેમમાં પરિણમી : પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત અનુસાર વલસાડ શહેરના રોણવેલ ગામે રેહતી યુવતી મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામના માધ્યમ દ્વારા નાની સરોણ ગામે રહેતા સ્મિત ઉર્ફે ગુડ્ડુ હિતેશ કોળીપટેલ સાથે મિત્રતા થઇ હતી. જે બાદ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. બન્નના લગ્ન કરવાની બંને પરિવારે સંમતી પણ આપી હતી. અચાનક ગુડ્ડુ પોતાની મોટર સાયકલ ઉપર યુવતીને શોધતો શોધતો ઘરે આવ્યો હતો. જે બાદ યુવતીનો મૃતદેહ તેના રૂમમાંથી મળી આવ્યો હતો. યુવતીને ગળેફાંસો દઈ મોત નીપજાવવામાં આવ્યું હતું.
છેલ્લે યુવતીને સ્મિત મળવા આવ્યો હતો : તપાસ કરતા જાણવા મળ્યું હતુું કે, યુવતીને છેલ્લા મળવા માટે સ્મિત જ આવ્યો હતો,જે અંગે યુવતીના પિતાએ વલસાડ રૂરલ પોલીસને જાણકારી આપતા પોલીસ ઘટના સ્થળે પોહચી ગુડ્ડુ સામે હત્યા અંગેનો ગુન્હો દાખલ કર્યો હતો.
આ પણ વાંચો: લોકોને છેતરતા અને ખેડૂતોનો શિકાર કરવા શું કરતી હતી આ ગોંડલની ગેંગ?
પ્રેમિકાની હત્યા કર્યા પ્રેમિએ તળાવમાં ઝંપલાવ્યું : સ્મિત ઉર્ફે ગુડ્ડુ ઉશ્કેરાટમાં આવી જઈ પોતાની પ્રેમિકાને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધાનું ભાન થતા પોતે પણ ગામના નજીકના તળાવમાં પડતું મૂકી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. તળાવ કિનારેથી તેની બાઈક, પાકીટ અને ચપ્પલ મળી આવતા સ્થાનિક તરવૈયા મારફતે તળાવમાં ઉતરી ગુડ્ડુનો મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.જુવાનીની ઉમરે ઉભેલા યુવક યુવતીઓ પ્રેમ શું છે, જવાબદારી શું છે અને સહનશક્તિ શું છે એ તમામ ચીજોની સમજણ ઓછી હોવાને લઇ તેમજ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા થતી મૈત્રી અને પ્રેમ પણ આવી ઘટનાનું મુખ્ય કારણ બની રહ્યા છે જે બાબતે દરેક માતાપિતા એ ચેતતા રેહવું જોઈએ.