વલસાડ: વલસાડના મોગરાવાડી વિસ્તારમાં રહેતા ભાનુશાલી પરિવારનો યુવક વાપી નોકરીએ જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો. જેનો મૃતદેહ બગવાડા રેલવે ટ્રેક નજીકથી મળી આવતા ચકચાર મચી છે.
આ મૃતદેહ પાસેથી એક ચિઠ્ઠી પણ પોલીસને મળી છે આ ચિઠ્ઠીમાં પોતે લોન લીધી હોવાની ઉલ્લેખ કર્યો છે અને ચિઠ્ઠીમાં અંતે સોરી મોમ, ડેડ લખ્યાનો ઉલ્લેખ જોવા મળ્યો છે. યુવકના મોતને લઈ અનેક રહસ્ય સર્જાયા છે.
અર્જુન ભાનુશાલી વાપી નોકરીએ જવાનું કહીને બાઈક લઈને ઘરેથી નીકળ્યો હતો. આ યુવકનો મૃતદેહ રેલવે ટ્રેક નજીકથી મળી આવતા ચકચાર મચી છે. હાલ પોલીસે યુવકના મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે.
યુવક પાસેથી પોલીસને એક ચિઠ્ઠી પણ મળી આવી છે. ચિઠ્ઠીના અંતે તેના માતા-પિતાને સોરી પણ લખ્યું છે. અચાનક આ યુવકે રેલવે નીચે કેમ પડતું મૂક્યું તે અંગે પણ અનેક રહસ્યો સર્જાયા છે.