વલસાડ: પારડી તાલુકાના ટુકવાડા ગામમાં આવેલ કોલક નદીમાં વાપી કબ્રસ્તાન ખાતે રહેતા છ મુસ્લિમ છોકરાઓ નાહવા ઉતર્યા હતા. ઊંડા પાણીમાં ડૂબી ગયા બાદ પાંચ છોકરાઓને સ્થાનિક ટુકવાડા ગામના રહીશોએ બચાવી લીધા હતા. જ્યારે એક છોકરાનો મુતદેહ 22 કલાક પછી મળી આવ્યો છે.
મુતદેહ 22 કલાક બાદ મળી આવ્યો: વાપીમાં કબ્રસ્તાન રોડ પર આવેલ જનતા એપાર્ટમેન્ટમાં રહેતા નાના છોકરા ફરાજ મુસ્તફા શેરશાહ બાલી મોહમ્મદ કમલ હુસેન ઉવ 16, અરબાઝ ફિરોઝ ખાન ઉવ 15, મોહમ્મદ સફીકઉલ્લા સમાની ઉવ 13, ફરીદ મુસ્તુફા ઘોચી ઉવ 14 ,સલીમ ખાન અબુ મોહમ્મદ ખાન ઉવ 16 આ પાંચયે યુવકોનો ગામ લોકોએ બચાવી લીધા હતા. જ્યારે એક યુવક ઈરફાન નિસાર ઉવ 14 જે ડૂબી જવાથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તેનો મૃતદેહ 22 કલાક બાદ મળી આવ્યો હતો.
સાયકલ લઈ ઘરેથી નીકળ્યા: શાળામાં રજા હોવાને લઇ 6 તરુણો ફરવા નીકળી પડ્યા હતા. જે વાપીથી સાઇકલ પર ટુકવાડા આવ્યા હતા. કોલક નદીના પાણીમાં નાહવા માટે ઉતર્યા હતા. પાણીનું વહેણ વધુ હોય 3 યુવકો ડૂબવા લાગતા નાહવા ઉતરેલ છોકરા ઓએ બુમાબુમ કરતા આસપાસના કેટલાક લોકો દોડી આવ્યા હતા. પાણીના વહેણમાં એક છોકરો તણાઈ ગયો હતો. જેની શોધખોળ હાથ ધરી પણ મોડી રાત સુધી તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો.
પારડી મામલતદાર પણ સ્થળ પર: પારડી મામલતદાર આર આર ચૌધરી ની ટીમ પી.એસ.આઇ વસાવા સહિત સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ગ્રામજનોના ટોળેટોળા નદી કિનારે ઉમટી પડ્યા હતા. પાંચ છોકરાઓનો બચાવ થયો છે. લાપતા થયેલ તરુણ પણ 22 કલાક બાદ બુધવારના બપોરના 2 વાગ્યાના સુમારે નાના બ્રિજ નીચેથી મળી આવ્યો હતો.